________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
બાબતમાં તીવ્ર મતભેદ પ્રર્વતતો હત; અને તેનું પરિણામ એ આવતું કે જે કઈ મનઃ સ્વપણે, અશુદ્ધ, બેભથ્થુ અને ખોટી જોડણી લખતા, તે આપણા સાહિત્યને એક મહટે દેષ હતે.
હેપવાચનમાળા તૈયાર કરતી વખતે એ પ્રશ્ન નડેલો; તે સારૂ વિદ્વાનોની એક જોડણી કમિટી પણ નિમવામાં આવી હતી અને સર.ટી.હ૫-કમિટીના અધ્યક્ષ, પિતે એક જોડણીકેશ-લિખિત- હતા.
સાહિત્ય પરિષદની બેઠક મળવા લાગી ત્યારથી એ પ્રશ્ન સૌને મુંઝવી રહ્યો હતે; પરિષદે તેના સિદ્ધાંતે વિચારી, કેટલાક નિર્ણય કર્યા હતા.
પણ લખનારાઓને જે મુશ્કેલી પડતી, તેને ઉકેલ ગુજરાત વિદ્યાપીઠે, મહાત્માજીના આદેશથી, જોડણું કોશ, પાછળથી સાર્થ જોડણી કેશ રચીને આ છે અને તે કેશ બહુ વ્યવહારૂ અને ઉપયોગી થવા પામે છે.
નજદિકમાં ગુજરાતી લખાણ શાસ્ત્રશુદ્ધ, એકધારું અને ચોક્કસ થવા પામે તે આપણે તેનું માન એ જોડણીકેશના પ્રયોજકોનેજ આપીએ.
આ તે ગુજરાતી લખાણમાં જે અશુદ્ધિ અને અનિયમિતતા જોડણી સંબંધી જોવામાં આવતી તેની સુધારણાને એક માર્ગ થયો. પરંતુ એક સારા, સમૃધ્ધ, આધારભૂત અને શુદ્ધ વ્યુત્પતિવાળા કોશની ખામી ઉભી જ રહે છે.
સન ૧૯૨૨માં “ગુજરાતી સાહિત્યની ખામીઓ” એ વિષય ઉપર ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી વ્યાખ્યાન આપતાં દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ ગુજરાતી કોશ વિષે નિરાશાજનક ઉગાર કાઢતાં, જણાવ્યું હતું, કે ” એ મૂળ (નર્મ) કેશને વધારે કિમતી, વધારે સંપત્તિવાળો બનાવવા વિવિધ હાથે અને વિવિધ સ્થળેથી પગલાં લેવાયાં છે. તે પગલાનું પરિણામ નહિ જેવું આવ્યું છે અને લેવાય છે તેનું પરિણામ તેથી બહેતર આવશે કે કેમ તેની શંકા છે.”
પણ છેવટે તેનાં કારણો વિચારી તપાસી તેઓ એવા નિર્ણય ઉપર આવે છે, કે “એ કોશના અંગે એક સ્વતંત્ર સંસ્થાજ ઉભી થવી જોઈએ; અને ટેળે કરેલી રકમના ટ્રસ્ટીઓ નીમી તેમની મારફતે સંસ્થાને નિભાવવી જોઈએ. એ સંસ્થાના સભ્યોમાંથી એક યા બેને ઉપરી એટલે એડીટર તરીકે ગોઠવવા જોઇએ, કે જેમના હાથ તળે સઘળું કામ પાકી રીતે થતું આવે.
ટુંકામાં મારું કહેવું એ છે કે ગુજરાત વર્નાકયુલર સેસાઇટી કે શ્રી ફેર્બસ ગુજરાતી સભા કે એવી કોઈ મર્યાદિત ભંડોળવાળી સંસ્થા પાસેથી