SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઈતિહાસનું દિગ્દર્શન સાહિત્ય પરિષદમાં પ્રમુખ રા.રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ આરંભમાં કરેલા ભાષણનું ટિપ્પણ. (આ ભાષણના જે કંઈ અસલ ભાગ મળ્યા તેની અને બાકીના ભાગને માટે તેમણે સંક્ષેપમાં કરી રાખેલી અસલ નોટની નકલ આ ટિપ્પ માં લીધી છે; અને તેમાં તેમને હાથે કંઈક વિસ્તાર આ ગ્રન્થને માટે અપાયો છે.) સાક્ષર બધુજને, ઉપોદઘાત આજને પ્રસંગ કેટલીક રીતે ગુચવાડા ભારે લાગે છે. તેનું કારણ સાહિત્ય બાબતો જેટલી સાક્ષરોને ઉપયોગી છે તેટલી સામાન્ય વર્ગને જણાશે કે કેમ તે જોવાનું છે. આ સભામાં કાર્યક્રમમાં જોડણી, લિપી વિગેરે શાસ્ત્રીય વિષય છે, તેને સામાન્ય માણસને રસ ન પડે, છતાં આટલા બધા પ્રહસ્થ આનંદ સાથે પધારેલા છે અને પંદર સોળ ગ્રહ પિતાના લખાણુ મુકશે તે તમે કેટલી ધીરજથી સાંભળશો અને તેમાં તમને રસ પડશે કે નહી તે વિષે ગંભીર શંકા છે. પ્રથમથી એટલા માટે જણાવું છું કે જેઓ ઘણે શ્રમ કરી આવ્યા છે તેઓ નિરાશ ન થાય તે માટે તૈયારી રાખવી જોઈએ. જે લેખ આવ્યા છે તે દરેક મહત્વના છે અને તે વિશ્વાસ તથા આશાથી સાંભળશે. સાહિત્ય બહુ જરૂરનું છે; પરંતુ હાલમાં સાહિત્ય લખનારને હિંદમાં કઈ પૈસો આપનાર નથી, અને જેમ લોકે તરફથી તેમ સરકાર તરફથી ટેકે મળતો નથી, તેમ સાહિત્ય બહાર પાડનાર પુસ્તકો બહાર પાડે છે, પણ વાંચનાર મળશે કે નહી તે વિચાર મનમાં ઉત્પન્ન થાય છે. માટે તેવાઓએ ધૈર્યથી કામ લેવાની ફરજ સમજવી એવી વિનતિ છે. * પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના રીપોર્ટમાંથી ઉધૂત ૧૨૫
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy