SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનું બંધારણ દર્શાવવા પ્રત્યયને બદલે બે ક્ષિાપદને કે એક ક્રિયાપદ અને એક કૃદન્તને જોડવામાં આવે છે એટલી સંસ્કૃતથી ભિન્નતા છે. સંસ્કૃતમાં સન્ ધાતુ અપૂર્ણ શક્તિવાળું છે અને તેનાં બધા કાળનાં રૂપ થઈ શકતાં નથી, તે જ પ્રમાણે ગુજરાતીમાં છે; અને એ ધાતુ માટે છે, હતું, થશે, એવાં રૂપ કરવાં પડે છે. ગુજરાતી ભાષાના ધાતુઓ સંસ્કૃત ભાષાના કે તળપદી દેશી ભાષાનાં છે. સંસ્કૃત ધાતુઓ ઉપસર્ગ સાથે “ વિચારવું ” “અનુભવવું' એવા રૂપમાં જ્યાં વપરાય છે ત્યાં તે “વિચાર” “અનુભવ” એવાં સંસ્કૃત ભાવવાચક નામ પરથી થયેલાં હોય છે. સંસ્કૃત “મ' ધાતુનું ગુજરાતીમાં “હ” રૂ૫ થઈ ગયું છે, પરંતુ ધાતુના ક્રમમાં “અનુભવવું' રૂપ ગુજરાતીમાં આવ્યું નથી તેથી તેમાં બહે'ની અસર નજરે પડતી નથી. પરંતુ, ક્રમ જુદો બનતાં છતાં સંસ્કૃત નામ ઉપરથી જેમ ગુજરાતી ધાતુ થઈ શકે છે તેમ ફારસી નામ પરથી ગુજરાતી ધાતુ થઈ શકતા નથી; “વિચાર” પરથી વિચારવું થાય છે તેમ “ખ્યાલ” પરથી ખ્યાલવું' થઈ શકતું નથી, અને, તેનું કારણ એ છે કે ફારસી ભાષાના શબ્દો જ ગુજરાતીમાં લઈ શકાય છે, પણ બંધારણ લઈ શકાતું નથી. “બક્ષવું” “કબુલવું,” “શરમાવું, “ખરચવું, એમ કેટલાક ધાતુ ફારસી શબ્દ પરથી થયા છે પણ તેની સંખ્યા બહુજ થડી છે, અને તેમાં પણ ફારસી શબ્દોને સંસ્કૃત પરથી થયેલાં ધાતુનાં રૂપે આપવામાં આવે છે. સંસ્કૃત શબ્દને ફારસી ધાતુનાં રૂપ આપી શકાતાં નથી. બીજી રીતે પણ ફારસી શબ્દોને એ જ પ્રમાણે સંસ્કૃત બંધારણમાં ઉતારવામાં આવે છે. ફારસી “શરમ” શબ્દને સંસ્કૃત માજુ પરથી થયેલો “આળ” પ્રત્યય લગાડી “શરમાળ” શબ્દ કરવામાં આવે છે, પણ, ઉલટી રીતે “બુદ્ધિબાજ' શબ્દ બનાવવામાં આવતું નથી. ફારસી મહેતર', મુગલ પરથી સંસ્કૃત રૂપમાં સ્ત્રી જાતિવાચક “મહેતરાણી’, ‘મુગલાણી નામ બનાવવામાં આવે છે. ફારસીમાં નાન્યતર જાતિ ન છતાં “કારખાનેહ', પંચનામેહ', વગેરે ફારસી શબ્દોનાં “ કારખાના', “પંચનામા ” એવાં હિંદી રૂ૫ ઉપરથી “ કારખાનું', “પંચનામું', એવાં નાન્યતર જાતિનાં ગુજરાતી રૂપે કરવામાં આવ્યાં છે. ફારસીમાં નાન્યતર જાતિ ન હોવાથી, વડોદરૂ”, “ધંધુકું', “ધોળકું', એ શહેરોનાં નામ મુસલમાની અમલમાં વડોદરા', “ધંધુકા', “ળકા” બન્યાં. તે પણ તે શબ્દની જાતિ ૧૨૩
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy