________________
ગુજરાતી ભાષાનું બંધારણ
-
--
ચોથા ક્રમ analytical એટલે પૃથક્કરણવાળી ઘટનાનો હોય છે. એ ઘટનાવાળી ભાષામાં ત્રીજા ક્રમવાળા પ્રત્યય લાંબા વખતના ઉપયોગને લીધે ઘસાઈ ગયેલા હોય અને નજરે પડતા નથી. આ કારણને લીધે પ્રત્ય શબ્દો માં ભળેલા છતાં શબ્દો પહેલા ક્રમની ભાષાના જેવા છુટા માલમ પડે છે; અને નામ, ક્રિયાપદ વિગેરેના શબ્દો જુદા જુદા ઓળખાય એવા હોય છે. વિભક્તિ, કાળ વગેરે દર્શાવવા સારૂ એ શબ્દોની જોડે ઉપસર્ગો વાપરવા પડે છે. અંગ્રેજી ભાષાનું આ સ્વરૂપ છે. | ગુજરાતી ભાષા આમાંના ચોથા ઉદ્દભવક્રમમાં પડેલી છે, પરંતુ એ ચોથા ક્રમનું સ્વરૂપ એમાં હજી પૂરેપૂરું બંધાયું નથી. ત્રીજા ક્રમમાંથી ચોથા ક્રમમાં સંક્રાન્તિ કરવાની અવસ્થામાં ગુજરાતી ભાષા છે; તેથી, તેમાં
ડાં લક્ષણ ત્રીજા ક્રમનાં છે અને થોડાં લક્ષણ ચોથા ક્રમનાં છે. આ બે પ્રકારનાં લક્ષણું ગુજરાતી વિભક્તિઓમાં ખાસ કરીને નજરે પડે છે. ત્રીજી અને સાતમી વિભક્તિઓમાં synthetical (સંગમય) પદ્ધતિથી પ્રત્યય લાગી ( અને તેથી શબ્દો માં વિકાર થઈ ) રૂપાખ્યાન થાય છે; પણ તે સિવાયની વિભક્તિઓમાં પ્રત્યય લાગતા નથી, પણ analytical (પૃથક્કરણવાળી ઘટનાની ) પદ્ધતિથી માત્ર શબ્દ પાછળ ઉપસર્ગ મુકી વિભક્તિનો અર્થ દેખાડવામાં આવે છે. વળી કેટલેક ઠેકાણે પ્રત્યય કે ઉપસર્ગ લાગતા પહેલાં શબ્દનું રૂપ કંઈક વિકૃત (oblique) થાય છે, કેટલેક ઠેકાણે શબ્દનું રૂપ અવિકૃત રહે છે, કેટલેક ઠેકાણે પ્રત્યય લાગ્યા પછી અર્થના પૂરણ તથા પિષણ સારૂ ઉપસર્ગને ઉમેરો કરવામાં આવે છે અને કેટલેક ઠેકાણે બે વિભક્તિઓ દર્શાવવાના ઉપસર્ગ એક સાથે લગાડવામાં આવે છે.
કર્તા દર્શાવનારી પહેલી વિભક્તિને પ્રત્યય ગુજરાતીમાં છે જ નહિ. પહેલી વિભક્તિના અર્થમાં શબદનાં મૂળ રૂ૫ વપરાય છે. આ મૂળ રૂપ એક જ રીત થયેલાં નથી. સંસ્કૃત તત્સમ શબ્દોને છેડે અ, ઈ, , (હસ્વ કે દીર્ઘ) હોય ત્યાં તે શબ્દ મૂળ અને વિભક્તિના પ્રત્યય વગરના (પ્રતિપાદિક) રૂપે વપરાય છે; ઉદાહરણ, દેવ, ફલ, કન્યા, મણિ, મતિ, નદી, ગુરુ, ધેનુ, વધૂ, ઈત્યાદિ, મૂળ સંસ્કૃત શબ્દને છેડે સ હોય કે વ્યંજન હોય ત્યાં સંસ્કૃત ભાષાના પ્રથમના એક વચનને રૂપે શબ્દ ગુજરાતીમાં વપરાય છે; ઉદાહરણ, પિતા, રાજા, સ્વામી, ભગવાન, ચંદ્રમા, નામ, વગેરે સંસ્કૃતમાં મજાન કે ચંદ્રમાં સરખાં પ્રથમાના એકવચનનાં રૂપ હોય છે ત્યાં
૧૧૫