SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનું બંધારણ કુદરતને બદલે મનુષ્ય આગળ ચલાવવાનું પ્રાપ્ત થયું છે. કુદરત જે ઉદ્દભવ શારીરિક ફેરફારથી ઉપજાવતી તે ઉદ્દભવ બુદ્ધિવ્યાપારથી ઉપજાવવાનું મનુષ્યને માથે આવ્યું છે. કુદરત હવે મનુષ્યને નવા હાથપગ આપે કે હાથપગમાં નવી જાતનાં બળ આપે એમ રહ્યું નથી. પણ, મનુષ્ય બુદ્ધિબળથી અનેક જાતનાં ઓજાર, હથીઆર અને સાધને શોધી કાઢી શકે છે અને તે દ્વારા નવી જાતનું બળ વાપરી શકે છે. કુદરત હવે મનુષ્યને પાંખો ઉગાડે એમ રહ્યું નથી, પણ મનુષ્ય બુદ્ધિબળથી બલુન અને એરપ્લેન શોધી કાઢી આકાશમાં ઉડી શકે છે. તેમ જ, લગ્ન, રાજય અને ધર્મ સરખી સંસ્થાએથી મનુષ્યજાતિને ઉત્કર્ષ કરવાનું જે કાર્ય કુદરતથી થઈ શકે તેમ નહતું તે કાર્ય મનુષ્યના બુદ્ધિબળથી થઈ શક્યું છે. કુદરત જ્યાંથી અટકી ત્યાંથી ઉભવનું કાર્ય આગળ ચલાવવાની આ ફરજ મનુષ્યને માથે આવી છે એ વાત જાણ્યા વિના હજારો સૈકા સુધી મનુષ્યજતિ એ કાર્યમાં પ્રવૃત્ત થઈ છે અને કુદરત પેઠે માત્ર સ્વભાવથી ચાલી છે. પરંતુ હવે ઉદ્દભવકાર્યની વસ્તુસ્થિતિ સમજાતાં મનુષ્યજાતિ માત્ર વર્તમાન તરફ જ દષ્ટિ કરતી નથી. પણ, ભવિષ્યને કેમ ઘડવું એ મુખ્ય લક્ષ્ય કરે છે. એ લક્ષ્ય માટે ઉપાયો જતાં મનુષ્યો ઈતિહાસની પણ મદદ લે છે અને ભૂતકાળમાં સફળ થયેલા કોઈ અંશે વર્તમાનમાં ગોઠવાય તેવા હોય તો તેનો પણ ઉપયોગ કરે છે. આવો ઈરાદાવાળો ઉદ્દભવ (intentional evolution) ભાષા વ્યાપારમાં પણ પ્રવર્તે એ સ્વાભાવિક છે અને તેથી, ભાષાના ભૂતકાળમાં એક વાર સફળ થએલા પણ ઈરાદા વગરના ઉદ્દભવ (unintentional evolution) ના યુગમાં લુપ્ત થએલા કે વિકૃત થયેલા વાફપ્રકાર વર્તમાન ભાષામાં અનુકૂળતાથી ગોઠવી શકાય તેવા હેય તે તે સજીવન કરવામાં આવે એ શક્ય છે. અલબત્ત, ઉત્તરોત્તર થયેલા ઉદ્દભવના ક્રમમાં વર્તમાન ભાષાને જેવું શરીર ઘડાયું હોય તે જીરવી શકે, તેના અંગમાં એકરસ થઈ શકે, એવા જ પ્રાચીન અંશે આમ સજીવન કરી શકાય. પ્રાચીન નહિં એવા જ નવા અંશા ગ્રહણ કરી શકે તે પણ આ જ પ્રમાણે આ ભાષાના શરીરના બંધારણને અનુકૂળ હોવા જોઈએ. આ રીતે ભાષાનું બંધારણ એ મહત્ત્વને વિષય છે, અને ભાષાના વિકાસ માટે પ્રયત્ન કરતાં તે ઉપર લક્ષ દેવાની ઘણી જરૂર છે. આ કારણથી, ગુજરાતી ભાષાના બંધારણ વિશે કાંઈક વિચાર કરીશું તો તે નિરર્થક નહિં ગણાય.
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy