________________
ગુજરાતી ભાષા
જાદુ પરથી થયેલા “નાહુલો', “નાવલે ” હજી પ્રવર્તમાન છે; ગામરિ પરથી હાલનું “ગામઠી, “ગામડીયો ” રૂ૫ થયેલાં છે; તાકદિ રૂપ કાયમ છે, હવે નરજાતિ વાચક નથી પણ એ મૂળ રહ્યું છે. માં પરિ પરથી “એણીપેર થયેલું છે.
આ પછી મળી આવતો ગ્રંથ તે “કહાનડદે પ્રબંધ ' છે. તે સંવત ૧૫૧૨માં રચાયેલું છે. તેનો કર્તા પદ્મનાભ વીસનગરો નાગર હતો, અને મારવાડમાં ઝાલોરને રાજ કવિ હતા. તેનું કાવ્ય બહુ ઉંચી શક્તિ પ્રદર્શિત કરે છે. તેમાંથી એક બે કડીઓ લઈએ. तिणि अघसरि गूजरधर राय, करणदेव नामि बोलाय । तिणि अवगणिउ माधव बंभ, तांहिं लगइ विग्रह आरंभ ॥ रोसायु मूलगु परधान, करी प्रतिज्ञा नीम्यूं धान । गूजराति, भोजन करूं, जु तरकाणू आणूं अरूं॥
આ કાવ્ય “વસંત વિલાસ” ના સમયનું જ હોવા છતાં તેની ભાષા હાલની ગુજરાતીને ઘણી વધારે મળતી છે. “વસંત વિલાસ કાંઈક વધારે જુના કાળમાં શિષ્ટ ગણાતી કાવ્ય ભાષામાં લખાયેલું છે એમ લાગે છે. ઉપરની બે કડીમાંના વંમ (બ્રાહ્મણ) અને સારું (અહીં, આ તરફ) શબ્દ હવે પ્રવર્તમાન નથી, પણ ગીતમાં “એરો ઓરા' રૂપે માલમ પડે છે.
ઘાનિસ, રિસાદુ, મૂઢજુ એનાં અવગણિયો, રીસાયો, મૂળગે એવાં એકારાન્ત રૂ૫, અને અરરિ, નાભિ એનાં અવસરે, નામે એવાં એકારાન્તરૂપ એ કાળ પછી થયાં છે. એવા એવા ફેર સિવાય બીજી રીતે આ ભાષા હાલની ગુજરાતીની બહુ નજીક છે. - નરસિંહ મહેતા, મીરાં, ભાલણ, ભીમ, એ કવિઓ આ સમયના જ છે, પણ તેમની મૂળ ભાષા લહીઆઓએ એટલી બધી બદલી નાખી છે કે તેમના આ લખાણ આ સંબંધમાં કામ આવે તેમ નથી. કદાચ ભાલ
ની “ કાદમ્બરી' પ્રસિદ્ધ થશે ત્યારે તેની અસલભાષા હાથ લાગશે. “અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક ” ની માસિક ગ્રન્થાવલીમાં ગવ રામાયણ પ્રસિદ્ધ થયું છે. તે પુસ્તકના કર્તાનું નામ જણાયું નથી પણ તેની મૂળ ભાષા જળવાયેલી લાગે છે. એ પુસ્તક નરસિંહ મહેતાના વખતનું છે એમ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસનું માનવું હતું, અને ભાષા પણ તેવીજ જણાય છે. થોડા ઉતારા કરીશું.
૯૯