________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
એમ કહેવું જોઈએ કે આંગ્લ-સાકસન બદલાઈને ઈગ્રેજી થઈ અને તે એ પ્રમાણે કે (૧) શબ્દોના ઉચ્ચાર અને જોડણી ટુંકાં થયાં અથવા બીજી રીતે રૂપાન્તર પામ્યાં; (૨) વિભક્તિનાં ઘણાં રૂપ, વિશેષ કરીને નામનાં રૂપ, મુકી દેવામાં આવ્યાં અને તેથી ઉદેશક ઉપસર્ગો (articles) અને સહાયકારક અવ્યયોને વધારે ઉપયોગ થયો; (૩) ફેન્ચ ઉપરથી ઉપજેલાં રૂ૫ દાખલ થયાં. આમાં માત્ર બીજો પ્રકાર જે નવા રૂપની ભાષા દર્શાવવા સમર્થ છે એમ હું ધારું છું, અને આ ફેર એવો ધીમે ધીમે થયો છે કે કેટલાક લેખને માતાનું છેલ્લું બાલક ગણવું કે પુત્રીની પ્રજોત્પાદકતાનાં આરંભચિહનો ગણવાં એ આપણી મુશ્કેલી ઝાઝી દૂર થતી નથી.” વિભક્તિઓનાં રૂપ જતાં રહે ત્યારે ભાષા બદલાયેલી ગણવી એ હલામને નિયમ લઈએ તે અપભ્રંશનાં સંસ્કૃત વિભક્તિઓના પ્રત્યય ફેરફાર સાથે પણ રહેલા છે, અને ગુજરાતીમાં એ સર્વ પ્રત્યય જતા રહેલા છે. ગુજરાતીમાં વાસ્તવિક રીતે પ્રત્યયદ્વારા વિભક્તિઓનાં રૂપાખ્યાન છે જ નહિં; માત્ર સાહાટ્યકારી અવ્યયેથી વિભક્તિઓ સરખા અર્થ દર્શાવવામાં આવે છે અને પહેલી અને બીજી વિભક્તિઓમાં તે શબ્દનું પ્રત્યય કે અવ્યય વગરનું મૂલ રૂ૫ જ વપરાય છે અપભ્રંશમાં પણ પહેલી અને બીજી વિભક્તિના પ્રત્યયનો લોપ થાય છે, અને છઠ્ઠી વિભક્તિના પ્રત્યયને ઘણું ખરું લોપ થાય છે, અને અપભ્રંશમાં પ્રાકૃત કરતાં પણ વધારે ઠેકાણે વિભક્તિના પ્રત્યાયના આદેશ (નિયમ વગરના બદલે મુકાતા શબ્દ) થાય છે. એ ખરું છે તે પણ અપભ્રંશમાં નળ (ત્રીજી વિભક્તિનું એકવચન) ૪fé (ત્રીજી વિભક્તિને બહુવચન.) ગિરિસિક (પાંચમીનું બહુ વચન) પારકુ (છઠ્ઠીનું એકવચન ) તoré (છઠ્ઠીનું બહુવચન) એ વગેરે પ્રત્યયવાળાં રૂપાખ્યાન થાય છે તેથી એવા અંશમાં અપભ્રંશને તે ગુજરાતીથી જુદી ભાષા જણાય છે. અલબત્ત હલામ કહે છે તેમ આવા ફેરફાર બહુ ધીમે ધીમે થાય છે અને અર્વાચીન ભાષાનાં રૂપની ઉત્પત્તિ ખોળતા ખોળતા ભૂતકાળના ઈતિહાસમાં જઈએ તે ક્રમે ક્રમે મૂળભૂત પ્રાચીન ભાષા તરફ જઈ પહોંચીએ છીએ, અને અહીંથી પ્રાચીન ભાષાની હદ પુરી થઈ અને અહીંથી અવાંચીન હદ શરૂ થઈ એ સુરેખ વિભાગ થઈ શકતું નથી. તેથી, અપભ્રંશનું નામ વિકલ્પ જુની ગુજરાતી
૨, સિદ્ધ દેવિંદ ઠાણારૂક8-રૂ૨૬,