________________
ગ્રંથ અને ગ્રંથકાર પ્રુ. ૭
काती करवत कापतां वहिलउ आवइ छह | नारी विध्या हलवलइ जाजीवह ता |दहं ॥
• કાતે અને કરવતે કાપેલાના વડેલા છેડા આવે છે; નારીએ વિધેલા જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમને દેહ ટળવળે છે.
"
आगि दाधा पालवर छिद्य पाधर वृक्ष | नारि हुताशनि जालिया छार उहंडीथया लक्ष ॥
આગે દાઝેલાં વૃક્ષ પાલવે (તેને ફરી પલ્લવ આવે ) અને ઇંદેલાં વૃક્ષ વધે; (પણ) નારી હુતાશનથી બાળેલા લાખા રાખ થઈ ઉડે છે. ' अठ्ठोतरसु बुद्धडी रावणतणइ कपालि ।
एकू बुद्धि न सांपडी लंका भंजण कालि ॥
રાવણને કપાળે અઠ્ઠોતેરસેા બુદ્ધિ (હતી, પણ) લંકા ભાંગી તે કાળે એકે બુદ્ધિ સાંપડી નિહ.૧
‘મુંજરાસા’માંના આ દુહાની અપભ્રષ્ટ ભાષા ગુજરાતી ભાષાની એટલી બધી નજીક છે કે એ ભાષા ગુજરાતમાં હતી એમાં સંદેહ રહેતા નથી. નરસિંહ મહેતાએ ‘સુરતસંગ્રામ'માં પેાતાની ગુજરાતી ભાષાને ‘અપભ્રષ્ટગિરા’ કહી છે, પણતેજ સમયમાં થયેલા પદ્મનાભે ‘કાન્હડદે પ્રબંધ’માં પેાતાની ગુજરાતી ભાષાને ‘પ્રાકૃત' કહી છે, અને તે પછી ઘણે કાળે થયેલા અખાએ પેાતાની ગુજરાતી ભાષાને પ્રાકૃત' કહી છે; તેથી, એ ઠેકાણે ‘અપભ્રંશ' અને ‘પ્રાકૃત' એ શબ્દો માત્ર ‘સંસ્કૃતથી ઉતરતી ભાષા' એવા અર્થમાં વપરાયેલા છે. ગુજરાતી તે જ અપભ્રંશ કે પ્રાકૃત એવા અર્થ ત્યાં ઉદ્દિષ્ટ નથી.
"
અપભ્રંશ ભાષાને ગુજરાતી ભાષા કહેવી કે ગુજરાતી ભાષાની માતા કહેવી એ સંબંધમાં રા. રા. કેશવલાલભાઇએ ઉપર કહેલા ભાષણથાં કહ્યું છે કે ગુજરાતી ભાષાના ત્રણ યુગ પાડવાઃ (૧) પહેલા યુગ તે ઈ. સ. ના દસમા અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીને; અને તે યુગની ગુજરાતીને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. (ર) ખીજો યુગ તે પદમા શતકથી સત્તરમા શતક સુધીને; અને તે યુગની ગુજરાતી જે જુની ગુજરાતી કહેવાય છે તેને મધ્યકાલીન ગુજરાતી કહેવી ચેાગ્ય છે. (૩) ત્રીજો યુગ તે સત્તરમા શતક પછીનેા; અને તે યુગની ૧ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસકૃત “ગુજરાતી ભાષાના ઈતિહાસ”
૯૪