________________
ગુજરાતી ભાષા
છે. પણ અમદાવાદમાં પણ દેતવા' શબ્દ સંભળાય છે. આ બધા અશિષ્ટ વર્ગના જ ઉચ્ચારે છે, પણ ભાષામાં કેવા ફેરફાર થાય છે તે દર્શાવે છે, માટે અહિં આપ્યા છે. અમદાવાદ ને ચરોતરમાં “મજબૂત” ને ઠેકાણે જબૂત”, “ગમ” ને ઠેકાણે “મગ”; અને નુકસાન” ને ઠેકાણે “નુસકાન” કહે છે.
બીનકેળવાયેલા મુસલમાન હિંદુરતાની નહિ, પણ ગુજરાતી બોલે છે, તેમની ભાષામાં ફારસી અને અરબી ભાષાના ઘણા શબ્દો આવે છે; અને ગુજરાતી ભાષાના ઉચ્ચારમાં પણ ખાસ ફેરફાર થયેલા જોવામાં આવે છે, તેમાં મુખ્ય દત્ય અને મૂર્ધન્ય વ્યંજનનો પરસ્પર ફેરફાર છે.
પારસી લોકેની ગુજરાતી ભાષામાં પણ મૂર્ધન્યને બદલે દત્ય વ્યંજનેના પ્રવેગ જોવામાં આવે છે.
ગુજરાતીમાં નપુંસકલિંગ છે, તેમ હિંદુસ્તાનમાં નથી. હિંદુસ્તાનમાં નપુંસક પ્રશ્નાર્થ સર્વનામ છે અને પશ્ચિમ હિંદીની કેટલીક પ્રાન્તિક બોલીમાં નપુંસકલિંગના કોઈક કોઈક દાખલા જોવામાં આવે છે. પશ્ચિમ હિંદીમાં સંસ્કૃત અને પ્રાકૃતમાંથી આવેલા નપુંસકલિંગના શબ્દો પુલિંગમાં છે. રાજસ્થાનમાં આ દાખલા, જેમ જેમ પશ્ચિમ તરફ જઈ એ છિયે તેમ, પશ્ચિમ હિંદી કરતાં વિશેષ જોવામાં આવે છે અને આખરે ગુજરાતીમાં નપુંસકલિંગથી સ્થાયી થયેલી દેખાય છે. આ બાબતમાં ગુજરાતી મરાઠીને મળતી આવે છે. ઘણીખરીવાર નપુંસકલિંગ સામાન્ય લિંગના અર્થમાં વપરાય છે; “છો કરું.
“” (પુ.) “ડી” (સ્ત્રી) અને ડું' (ન.) એ પ્રત્યય રાજસ્થાનીની પેઠે ગુજરાતીમાં પણ સાધારણ છે. અપભ્રંશમાં એ પ્રત્યય છે તે ગુજરાતીમાં ને રાજસ્થાનમાં આવ્યો છે. સાધારણરીતે એનો કંઈ અર્થ નથી, પણ કોઈક સ્થળે, મુખ્યત્વે નપુંસકમાં, તે તિરસ્કારવાચક છે. “કુકડે', બિલાડી', ગધેડું, એ બધા શબ્દોમાં એ પ્રત્યય છે.
નામના રૂપાખ્યાનમાં ગુજરાતીમાં “અકારાન્ત નામનું પ્રથમાનું બહુવચન “ઓ' પ્રત્યયથી થાય છે, તેમ પ્રશ્ચિમ હિંદમાં (હિંદુસ્તાની બોલી જે એ વાતમાં પંજાબીને મળતી આવે છે તેમાં નહિ) અને રાજસ્થાનમાં પણ છે. પણ બીજી વિભક્તિઓનાં રૂપમાં અકારાન્ત શબ્દનું અંગ અકારાન્ત થાય છે (ઘેડાને, ઘોડાથી વગેરે) એવું પશ્ચિમ હિંદમાં થતું નથી.
૮૫.