________________
પુરા-ગ્રંથ-સંગ્રહ
આદિકારણ ભૂમિતિ, ત્રિકેણમિતિ અને લાગ્રતમ (લેંગેરિધમ્સ) સુદ્ધાંને સમાવેશ થાય છે. જનસામાન્યને ઉપયોગી વાચન પણ ઘણું છે. તે વેળાની વ્યવહારની હૅન્ડબુક જેવી, સર્વ જ્ઞાનના સારરૂપી “શંશારવહેવારની વિયાત ચોપડી અને ગુલબંકાવલી તથા સદેવંત સાવળીંગાની વાતે જેમ એક વર્ગને રૂચતી, તેથી બીજા વર્ગને ઉદ્ધવગીતા, વિદુરનીતિ, અખાના છપ્પા તથા કીર્તનાવલિ રૂચતી. ભદ્રાભામની, બત્રીસ પુતળી, કામધેનુ અને ઉદ્યમકર્મ સંવાદ એ સામાન્ય વાચનની કક્ષા બતાવે છે.
ચંથરચનામાં સૌદયદષ્ટિ ઉપર બીબાં વિષે જેને ખાસ નિર્દેશ કર્યો છે તે સિવાયનાં બાકીનાં ઉપલાં પુસ્તક શિલાછાપનાં છે બીબાં છાપનાં પુસ્તકમાં સાધનાની મર્યાદાને લીધે એક ચોક્કસ પ્રકારનું જે ધોરણ રચાગ છે તેમજ દૈમિતિક ચોકસાઈવાળાં રૂપરંગ રચાય છે તેનું સૌદર્ય એક પ્રકારનું છે; જ્યારે શિલાછાપમાં લખવા આલેખવાનું લહી આને હાથ વડે કરવાનું હોવાથી તેમાં માનવ કળાને વિહાર કરવાને જે અવકાશ રહે છે તેને લીધે આવતું સાંદય જુદા પ્રકારનું હોય છે. બીબાંના મરેડ એક કે બે ચોક્કસ પ્રકારના હોય છે, જ્યારે શિલાછાપમાં વ્યક્તિગત આલેખ થતા હોવાને લીધે જુદા જુદા મરેડ જોવા મળે છે. શોભને મૂકવામાં બીબાછાપનાં સાધનો હાથ બાંધી રાખે છે, જ્યારે લહીઆની લેખિની, ફલવતી હોય તે, ચાહે તેટલી લીલા બતાવી શકે છે. આ દાષ્ટએ આ બધા નમૂના અવલોકવાથી, તેનાં અગ્રપૃષ્ઠોનાં રૂપવિધાન અને પૃષ્ઠરચનાની પદ્ધતિઓમાં ઘણી વિવિધતા જોવા મળશે.
ઉપર જણાવ્યું તેમ નમૂનાઓને મોટો ભાગ શીલાછાપથી છપાએલાં પુસ્તકને જ છે. બીબાં છાપના નમૂનાઓમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ચિત્રપ્લેટ - ૧ માંનું ડ્રમંડ કૃત વ્યાકરણ (૧૮૦૮) પ્લેટ નં. ૭ માંનું અંગ્રેજી વ્યાકરણ (૧૮૨૨), પ્લેટ નં. ૧ નાં પંચેપાખ્યાન (૧૯૨૪), તથા મેવર સ્પેલિંગ બુક (૧૮૩૭) એટલામાં બીબાને મરેડ જોવા જેવો છે. આજનાં બીબાંનો એ આદિ પૂર્વજ શીલાલેખનની ઢબને મળતો છતાં બીબાં પદ્ધતિની ધોરણબંધીથી નિશ્ચિત સ્વરૂપ પામેલ છે. તે પછી કેતરાએલી તેની બીજી પેઢીઓ વચ્ચે લાક્ષણિક્તાને એટલો ભેદ જણાતું નથી, એ બે ધકથા' (૧૯૪૮) અને ડાંડિયે (૧૮૬૬)નાં બીબાં તપાસવાથી જણાશે. ડાંડિયે નીકળ્યો ત્યારે તે મુદ્રણકલા ઠીક વિકાસ પામી ગઈ હતી. તાજેતરમાં ઉજવાએલી નર્મદ શતાબ્દીને અંગે કવિ નર્મદાશંકરના એ લોકમાન્ય પાક્ષિકના અપ્રાપ્ય અંકે જોવા વિષે લોકોની જે જિજ્ઞાસા જાગૃત થએલી તે તેની પ્રતિકૃતિની આ રજુઆથી તૃપ્ત થશે.
૨૫૭