________________
પુરા-ગ્રંથ-સંગ્રહ
રણું ના પાનાને એક ભાગ છે. એ મૂલ્યવાન એટલા માટે છે કે આજ લગીમાં મળી આવેલાં ગુજરાતી ભાષાનાં જૂનામાં જૂનાં બીબાંની છાપને એ નમૂનો છે. મુંબઈના જાણીતા પારસી પત્ર “ જામે જમશેદ ” ની શતાબ્દી હમણાં થોડા વખત પર ઉજવાઈ તે પ્રસંગે એણે કાઢેલા સેન્ટીનરી વૅલ્યુમ માં મિ. રૂ. બ. પેમાસ્તરે મેં પહેલાં ગુજરાતી બીબાં ” વિષે એક લેખ લખેલો છે. તેમાં સૌ પ્રથમ ગુજરાતી બીબાં જીજીભાઈ બહેરામજી છાપગર નામના કોઈ પારસીએ પાડેલાં હોવાનું વિધાન કર્યું છે, અને એ બીબાં વડે ઈ. સ. ૧૮૧૧ માં “ એ કુરીઅર ' નામના છાપામાં છપાએલી જાહેર ખબરને તાદશ નમૂને પણ એ વૅલ્યુમમાં છાપેલો છે. પરંતુ સસાએટી તો તેનાથી ત્રણ વરસ પહેલાંનું જૂનું, ઈ. ૧૮૦૮ નું પુસ્તક પ્રરતુત સંગ્રહમાં ધરાવે છે, અને આજસુધી મળી આવેલી હકીકતોને આધારે તો ગુજરાતી બીબાં છાપનો તે જૂનામાં જૂનો અવશેષ છે. સોસાએટીને માટે આ જેવાતેવા અભિમાનનો વિષય નથી. ઉપરના લેખમાં મિ. પેમાસ્તરે ઉતારેલા એક વ્યાખ્યાનના અવતરણમાં જણાવવામાં આવ્યું છે કે “ બાએ કુરીઅર માં છેક ઇ. સ. ૧૭૯૭ થી ગુજરાતી ભાષામાં જાહેરખબર છપાતી આવી છે. પણ તેટલે જૂને કોઈ નમૂનો હાથ ન લાગે ત્યાં સુધી તે ઉપર જણાવેલો ઈ. ૧૮૦૮ વાળે નમૂનો તે જૂનામાં જૂનો હયાત નમૂનો છે. - ઈ. સ. ૧૯૧૨ ના “ ગુજરાતી ”ના દીવાળીના અંકને પહેલે પાને ગુજરાતી મુદ્રણકલાની શતવર્ષ ” નામને એક ઉપયોગીને માહિતીપૂર્ણ લેખ છે. તેમાં લેખકનું નામ આપેલું નથી; પરંતુ જાણકારે તરત જાણી શકે કે અર્વાચીન ગુજરાતી મુદ્રણકળાના ક્ષેત્રમાં રસપૂર્વક ને પ્રગતિકારક પ્રથમ પગલાં માંડનાર શ્રી મણિલાલ ઈચ્છારામ દેસાઈને એ લખેલો છે. એમણે ગુજરાતી મુદ્રણકલાને જન્મ ઈ. સ. ૧૮૧૨ માં ગણું ઈ. ૧૯૧૨ માં તેની શતવર્ષ હોવાનું ગણાવ્યું છે તે ન સમજાય એવું છે. એ લેખમાં પ્રથમ ગુજરાતી બીબાં વિષે એવી માહિતી છે કે “ ઈ. સ. ૧૭૮૦માં
બાએ કુરીઅર ' છાપું પ્રગટ થયું......... બૅબે કુરીઅર છાપખાનામાં રહેલા કોઈ પારસી, કે જેનું નામ આજે પ્રસિદ્ધિમાં નથી, તેણે ઈ. ૧૭૯૭ માં કેટલાક ગુજરાતી અક્ષર બનાવી “ બોમ્બે કુરીઅર ” પત્રના એક અંકમાં જાહેર ખબરમાં તેનો ઉપયોગ કીધેલું જણાય છે. એ લેખે ઈ. ૧૭૯૭ એ ગૂજરાતી બીબાંનું જન્મવર્ષ ગણી શકાય.” “ એ કુરીઅર”
૨૫૫