SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ સૌન્દર્યદષ્ટિથી પુસ્તક સંઘરનારાઓને મોટો ભાગ પણ આ પ્રકારની આવૃત્તિઓ સંઘરે એ સ્વાભાવિક છે. પણ એનો મૂળ તાર તે પરંપરાથી પ્રજાની સૌંદર્યદષ્ટિ કેવા પ્રકારે કેળવાતી આવી તેને રેખાઉતાર ઈતિહાસ રાખવાનું હોય છે. છેક મુદ્રણકલાના પ્રારંભકાળે પૃષ્ઠરચના કેમ થતી, પ્રથમાક્ષર કેમ મૂકતા, અગ્રપૃષ્ઠો કેમ રચાતાં, બીબાંના મરેડ કેવા હતા અને તેને વિકાસ ઉત્તરોત્તર કેમ થતો ગયે, તેમાં નવી જાતો કેટલી ઉમેરાઈ, સુશોભને કેવાકેવા પ્રકારે કૂલ્યાંફાલ્યાં કે વિકૃત થયાં, ચિત્રણાની પદ્ધતિએ કેવા કેવા પલટા લીધા, પુસ્તકની બાંધણીનાં સ્વરૂપ કેવાકેવા ઘડતરમાંથી પસાર થયાં, એના શણગાર ને મજબૂત કેવાં હતા ને આજ કેવાં છે, આ અને આવા અસંખ્ય મુદ્દાઓનો ક્રમિક, કડીબંધ ઈતિહાસ ગ્રંથ-સંગ્રહ વડે જ મળી શકે અને મળે છે. વિવિધ નમૂનાઓમાં સચવાએલી ગ્રંથ-દેહના બંધારણની એ સૌંદર્ય યાત્રા એટલી રસભરી અને મનેગ્રાહી હોય છે કે એ જોતાં આશ્ચર્ય ગ્ધ જ થઈ જઈએ, અને ગ્રંથમાં સંઘરાએલા મહામેલા જ્ઞાન અને પુરા-વિદ્યા કરતાં આ મુદ્દો પણ કોઈ રીતે ઊતરતે ન લાગે. ઘણાને કેવળ કોઈ એક વિશિષ્ટ અને વિચિત્ર પ્રકારના જ ગ્રંથને સંગ્રહ કરવાનો નાદ હોય છે. કેટલાકે પંચાંગે જ સંઘર્યા કરે છે,–તે પ્રચીનતમમાં પ્રાચીનતમ મળે તે કાળથી અને ચિત્રવિચિત્ર સ્વરૂપ તેમજ પ્રકારનાં. કેટલાક શિકારને લગતાં, કેટલાક વહાણવટાને લગતાં, કઈ પાકશાસ્ત્રનાં તે કઈ વળી મધમાખી ઉછેરવાનાં જ, મળી શકે તેટલાં ને ત્યાંથી પુસ્તક સંધરે છે. આ નાદ પણ વિશિષ્ઠ વિદ્યાશાખનું આગળ લંબાએલું જ સ્વરૂપ છે. આપણે ત્યાં આપણે ત્યાં, ( હિંદુસ્તાનની વાત કરવાની કદાચ હિંમત ન કરીએ, પણ ગુજરાતમાં તે) એવા પુરા-ગ્રંથ-સંગ્રહના શોખીનો આંગળીને વેઢે ગણી શકાય એટલા માંડ હશે. ફેબ્સ સાહેબનાં પ્રેરણા અને ઉત્તેજનથી કવીશ્વર દલપતરામે એ કાર્યની ગુજરાતમાં પ્રથમ શરૂઆત કરી; અને તે પછી આજ સુધીમાં એ દિશામાં સહદય ને સભાન પ્રયતન કરનારાઓમાં સૌથી આગળપડતું સ્થાન કદાચ ગુજરાત વર્નાકયુલર સોસાએટીના આસિ. સેક્રેટરી શ્રી હીરાલાલ પારેખનું છે;–આગળપડતું એટલા માટે કે બીજા ઘણા વિદ્યાપ્રેમીઓ પિતપતાની વિશિષ્ટ મનપસંદ વિદ્યા અને ૨૫૨
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy