SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી સંબંધી સંસ્કૃત સુમીરમાર્થ નયચંદ્રસૂરિએ રચેલું છે. રણસ્થભરના પતનનું વર્ણન તે સિવાય બીજા ઘણાં કાવ્યોમાં મળી આવે છે એ પુસ્તકે પ્રમાણે હમીરદેવની એક પુત્રીનું નામ દેવલરાણી હતું. અને, જેવી રીતે સતી પદ્મિનીને પિતાની સ્ત્રી બનાવવાની અલાઉદ્દીનની મુરાદ બર આવી નહોતી, તેમ રણસ્થભોરની રાજકુંવરી દેવલરાણીને પણ પોતાના પુત્ર સાથે પરણાવવાની તેની લાલસા પાર પડી નહોતી. આવી બેવડી નિરાશામાંથી પાદશાહનું મન બહેલાવવા, અને કર્ણનાં તથા દેવળદેવીનાં નામ બદનામ કરવા માટે અમીર ખુસરૂએ આ “ઈક્યિા ” ની રચના કરી હતી-એમ માનવાની તરફેણમાં મજબૂત વહેમ ઉભો થાય છે. ઇતિહાસની દષ્ટિએ “ કરણઘેલા 'માં દેખાતા એક કાલાતિક્રમ દેષ (anachronism) તરફ, ધ્યાન ખેંચ્યા વગર અભ્યાસીને ચાલે તેમ નથી. કરણઘેલામાં આપેલી હરપાળની વાત તથા તેની રાણી કૂલાદેવીને વળગેલા ભૂતની વાત–એ બન્ને કર્ણના થઈ ગયા પહેલાંની ઘણાં વર્ષો ઉપરની વાત છે. હરપાળ મકવાણા ( રાજ્યકાળ ઈ. સ. ૧૦૯૦-૧૧૩૦ ) કર્ણ બીજાન–કરણ વાઘેલાનો સમકાલીન નહીં, પરંતુ સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીના સમયમાં હતો અને હરપાળને આશ્રયદાતા આ કર્ણ સેલંકી હતો. (ઈ. સ. ૧૭૭૨–૧૦૯૪) કેસરદેવને મારનાર હમીર સુમરાને, સિંધના સમા જામહાલાજીના કુંવર હિંગળજી અને હોથીજીએ ઈ. સ. ૧૧૪૭માં માર્યો હતે. આ હરપાળથી જ ઝાલાવંશ અને રાણાઓની ઉત્પત્તિ થઈ છે. તેથી કરણઘેલામાં આપેલી હરપાળની વાત–એ એતિહાસિક વિરોધ છે ફૂલાદેવીને વળગેલું ભૂત-વગેરે વાત પણ કર્ણ સોલંકીના સમયની છે. બાબરો ભૂત તેજ વર્ષ : તેને જીતવાથી સિદ્ધરાજને શિલાલેખમાં કરવાનુ કહીને ઓળખાવેલો છેઃ હરપાળે આ બાબરા ભૂતને વશ કરી, તેની છૂપી મદદથી ૨૩૦૦ ગામે તોરણ બાંધ્યાં હતાં અને ફૂલાદેવી -કર્ણ સેલંકીની રાણીએ તેને પિતાનો ભાઈ ગણ્યો હતો વગેરે વાત કર્ણ ૧ લો ( સોલંકી ) અને “લઘુકર્ણ”ના નામથી ઓળખાવાતો કર્ણ ૨. – (વાઘેલ) –એ બન્નેના નામસામ્યથી એકના સમયની વાત બીજાના . .. • જુવે “રાયસિંહજીની હથેલી ” ( ગુજરાતીની ૧૯૩૧ ની ભેટ ) માં ઝાલાવંશ સ્થાપક હરપાળને ઇતિહાસ પ્રકરણ ૧ પાદનોંધ પૃ. ૪, પૃ. ૫. .. - ૨૪૨
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy