SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ નંદશંકર અને તેમને જમાને પરંતુ આખરે તેનું ગમે તે કારણ હોય; તેમને નિર્ણય “અણહિલવાડના પતન” માટે થયો. એમની નવલકથાનું ગુજરાતી પેટા મથાળું— કરણઘેલોઃ ગુજરાતનો છેલ્લે રજપૂત રાજા “ અને અંગ્રેજી Sub-title= Karan Ghelo-The Last of the Rajput Kings of Gujarat”—એ પ્રમાણે છાપેલું છે તે–લીટનની નવલકથાઓની સીદ્ધી અસરના સૂચક પુરાવારૂપ છે. વાર્તાનું હાડપિંજર અથવા ખોખું રામ, ગ્રીસ તથા એંગ્લેસેક્સન પ્રજાની પડતીના સમયની વાર્તાઓ વાંચ્યા પછી એમણે ઘડી રાખેલું–તે આ પ્રમાણે હતું : “એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદય ગિરિ ઉપર ડોલતે : મગરૂબીને માર : વ્યભિચારની હાર : ધર્મને જય, પાપને ક્ષય”+ આ ખોખામાં તેમને માત્ર ગુજરાતના ઇતિહાસમાંથી પ્રસંગ અને નામ ભરી દેવાના બાકી હતાં. લોકોના રીતરિવાજ, તેમનું સામાજિક, રાજકીય તથા ધાર્મિક વાતાવરણ–એ પ્રકારની ભેય ઉપર વાર્તાનું ચિત્ર ખડું કરવાનું હતું. રજપૂત કાળને અંત ચીતરવામાં, નંદશંકરને સુરતની નવાબીના અસ્તકાળ સંબંધની અનેક વાતે પણ કામ લાગી હોય તે નવાઈ નથી. આ વાર્તા જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ નંદશંકર તેમના મિત્રમંડળમાં તે વાંચી બતાવતા હતા. જેમ જેમ પ્રકરણો લખાતાં ગયાં તેમ તેમ સાયંકાળે ભેળાનાથભાઈ વિદ્યારામ પિતાના સસરા તથા મિત્ર મુનસફ દેલતરામજી–તેમની સમક્ષ પોતાના મકાનમાં તે વાંચી સંભળાવતા. + જુઓ ” જીવનચિત્ર” પાનું ૧૬૬. * શ્રી. વિનાયકરાવના આ વિધાનથી કંઈક વિરૂદ્ધ એવું બીજું વિધાન શ્રી. નરસિંહરાવે સ્મરણમુકર (પૃષ્ઠ ૧૦૮)માં મૂક્યું છે: “ કરણઘેલો એ વાર્તાગ્રંથ પ્રકટ થયે તે વખતે માસ્તરના બધા મિત્રે-મારા પિતા સહિત–આશ્ચર્ય પામ્યા હતા કે આ શાન્ત, થોડાબોલા માસ્તરે આ ઉત્તમ ગ્રંથ કયારે, શી રીતે, છાનામાના લખે ! આ ભાવ દર્શાવનારા ઉદ્ગાર માસ્તરની સમક્ષ મારા પિતાએ કાઢયા, તે સાંભળી માસ્તર સાહેબે માત્ર અનુનાસિક હાસ પોતાનું કરીને બસ રાખ્યું હતું. આટલો વાર્તા ગ્રંથ લખીને પછી માસ્તર બંધ જ પડયા તે અજબ જેવું લાગે છે. અને કેટલાક અનુદાર પુરૂષ એટલે સુધી જાય છે કે એ ગ્રંથ નંદશંકરને રચેલે છે જ નહીં–એમ કહે છે: માસ્તર સાહેબના નિકટ પરિચયમાં આવેલા અમે સર્વે આ આપને અનુદારતાની જ દુષ્ટતા ગણિયે છિયે.” ૨૩૭
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy