SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી આદિત્યરામ ૧૮૧૯માં, અને લગભગ આખા સૈકાની સમયમૂર્તિ ગણાયલા સંસારસુધારા વિષયક તથા બીજી સાહિત્યની પ્રવૃત્તિના શાંત તથા અડગ અગ્રણી કવીશ્વર દલપતરામ ૧૮૨૦માં જન્મ્યા હતા. ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ રચનાર ટેલર સાહેબ પણ આ જ વર્ષમાં જન્મ્યા હતા. ૧૯મી સદીને ત્રીજો દસકે! વળી આ બે દસકા કરતાં વધારે ક્રાન્તિકારક પુરૂષોના જન્મથી વિભૂષિત છે. તત્ત્વજ્ઞાન, શોધખોળ તથા રાજપ્રકરણનાં ક્ષેત્રમાં વિહરનાર મણિશંકર કીકાણી ૧૮૨૨માં, જ્ઞાન અને ભક્તિને સુમેળ સાધવા માટે ગુજરાતમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરનાર તથા સંગીતપૂર્ણ પ્રાથનાઓનું સાહિત્ય ઉત્પન્ન કરનાર રા. બા. ભેાળાનાથ સારાભાઇ પણ ૧૮૨૨ માં; કાપડ વણવાનું કારખાનું કાઢવાનું સાહસ કરવામાં પહેલ કરનાર તથા અમદાવાદના આર્થિક ઇતિહાસનું પરિવર્તન કરનાર રા. બા. રાડલાલ રેંટિયાવાળા ૧૮૨૩માં, જન્મ્યાઃ ધર્મના વિષયમાં અસલ આર્યધર્મને ઉદ્દાષ કરનાર તથા પ્રાચીન વેદ્યમાંથી નવા યુગ માટેના ‘આર્ય સમાજ' સર્જવા માટે ઝંડાધારી બનનાર સ્વામી દયાનંદે ૧૮૨૪માં જન્મ લીધા હતા; લાકપ્રિય ડેપ્યુટી તથા હાપ વાંચનમાળામાં ભાગ લેનાર કેળવણીકાર પિતાના પુત્ર રા. બા. મેહનલાલ, અને પ્રસિદ્ધ (૧૮૭૦) સુધારક, પ્રાર્થના સમાજના સ્તંભ અને પરદેશગમનની પહેલ કરનાર રા. સા. મહીપતરામ-બન્ને એક વર્ષીમાં ૧૮૨૯માં જન્મ્યા. સહજાનંદ સ્વામી પેાતાનું કાર્યાં આ દસકાના અંતરમાંજ અર્થાં સૈકાના જીવન કાળમાં કરી ગયા, ૧૮૩૦, આ બધાયે, ગુજરાતીઓના જીવનનાં અનેક ક્ષેત્રામાં ક્રાન્તિકારક ઘટનાએ ઉભી કરનાર મહાજને, ત્રીજા દસકામાં જન્મી ગયા છે. ૧૯ મી સદીના ચોથા દસકામાં ગુજરાતમાં જન્મ લેનાર આત્માએ ત્રીજા દસકાના આત્માએક કરતાં એછા ગૌરવવન્તા નહાતા. ૧૮૩૨ માં જુવાન સુધારક કરસનદાસ મૂળજી–જેમનું સ્મરણ આપણે ગયે મહીને જ કરી ગયા તે જન્મ્યા. પછી એટલે ૧૮૩૩ ના વર્ષમાં વીર નર્મદના જન્મ થયો. આ પ્રેમશૌર્ય અંકિત નવયુગના કવિની શતાબ્દી પણ આપણે ગયે વર્ષે ઉજવી. આજ વર્ષમાં ગુજરાતમાં વસવાટ કરીને રહેલા અને વડોદરામાં કદર પામેલા પ્રસિદ્ધ સ’ગીતાચાય પ્રેા. માલાબક્ષનેા પણ જન્મ થયા હતા. આ પછી બે વર્ષ એટલે ૧૮૩૫ માં ગુજરાતી સાહિત્યમાં નવલું २२२
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy