________________
ગ્રંથકાર ચરિત્રાવળી
પ્રાણ મેળવવાની આપણને સૂઝ પડે છે. પરિણામે એવા વીરની ઉપાસના કરી, સ્વયં વીર બની જવાની ધગશ પણ આપણામાં પ્રગટી શકે છે.
વળી આવી જયંતિઓ દ્વારા અનેક વર્ષોના ગાળામાં થયેલી જુદી જુદી પ્રવૃત્તિઓનું સરવૈયું અથવા “હુંડી” પણ કાઢી શકિયે છિયે. કારણ કે કોઈપણ જીવન્ત વ્યક્તિ કે સમાજનું જીવન જુવો, તે તેમાં ફેરફાર થતા જ જાય છે. અને જીવન એટલે જ પરિવર્તન. જીવન એટલે જ પ્રગતિ. પ્રતિવર્ષે, પ્રતિ દિવસે અને પ્રતિ ક્ષણે માણસને અનુભવ વધતું જાય છે : માણસની દૃષ્ટિ વિશાળ થતી જાય છે. અને માણસનું જીવન વિકસતું જાય છે જેમાં માણસનું તેમ સાહિત્યનું પણ
આજે જે ગુજરાતીની જયંતિ આપણે ઉજવવા ભેગાં થયાં ત્ર્યિ તેમને જમાને અને આજના દિવસ વચ્ચે એક સૈકુ વીતી ગયું છે. બળવા પહેલાંનું ગુજરાત બળવા પછી રહ્યું ન હોતું; અને કેગ્રેસ તથા સ્વદેશીની ચળવળ વખતનું ગુજરાત હતું તે આપણું આજના મહાસભાવાદીઓના વખતનું પણ રહ્યું નથી.
આ ગુજરાતીની એકલ સાહિત્ય કૃતિ તે “કરણઘેલો' તેની, આજ સુધીમાં લગભગ સીત્તેર વર્ષમાં આઠ આવૃત્તિઓ૪ થતાં, લગભગ પંદરથી વીસેક હજાર નકલને પ્રચાર ગુજરાતમાં થયો હશે એમ અટકળી શકાય છે. સાહિત્યમાં એક જ પુસ્તક લખી અમર થનાર ધન્ય લેખકે વિરલ હોય છે. શ્રીયુત નંદશંકરના પુસ્તકની કિંમત તેમનામાં જ અંકાઈ હતી તેટલા એ વિશેષ ભાગ્યશાળી ગણાવા જોઈએ : અને તેમનું પુસ્તક પ્રકટ થયે લગભગ પણું સૈકુ વીત્યા છતાં તેમની કૃતિની કીર્તિ ઝાંખી પડી નથી એ તેમને માટે ગૌરવ લેવા જેવી વાત છે.
કારણ કે એમ પણ બને છે કે અમુક પુસ્તક પ્રસિદ્ધ થતાં જ પ્રજાને તેને મેહ લાગે છે. તથાપિ કાળે કરીને એને ઉભરે શમી જતાં, મેહ પણ ઉતરી જાય છે અથવા ઓછો થાય છે ?
* પહેલી આવૃત્તિ : ૧૮૬૬; આઠમી આવૃત્તિ : હમણાં પ્રગટ થએલી સર મનુભાઈ તથા શ્રીયુત વિનાયકરાવ સંપાદિત આવૃત્તિ : ૧૯૩૪. કરણઘેલાની પહેલી આવૃત્તિ માટેની સાલ જુદે જુદે ઠેકાણે જુદી જુદી બેંધાઈ છે. પરંતુ શ્રી હીરાલાલ પારેખ મને લખી જણાવે છે તેમ, સેસાયટીમાં ૧૮૬૬માં છપાયેલી નકલ મેજુદ છે. તેથી તે પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે.
૨૨૦