SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી જ્ઞાન મેળવવાની એની હસને કદી થાક લાગતે નહીં. આપણું ગદ્ય સાહિત્યના આ પિતાએ આપણા ઉગતા ગદ્યને વિવિધ પેરે લખવા અને વિકસાવવા માંડયું. | નર્મદ જન્મથી કવિ હતા. ધીરા ભક્તના બે પદોએ એના કાવ્ય સંસ્કારોના સતારને ઝઝણાવી મૂકે. દાદુપથી એક લાલદાસ સાધુએ એને દના પ્રથમ પાઠ શિખવ્યા હતા. એણે મહાન થવાની તૈયારીઓ કરવા માંડી. એણે સંખ્યાબંધ અંગ્રેજી, સંસ્કૃત, વ્રજ વગેરે ભાષાનાં પુસ્તક વાંચવા વિચારવા માંડ્યાં. ૧૮૫૫ થી ૧૮૫૮ સુધીનાં ચાર વર્ષે નર્મદની મહાન તૈયારીઓના પ્રયત્નોનાં વર્ષો હતાં. એનું બીજું લગ્ન “૫૧ માં થયું. ૫૭માં એણે “પિંગલ પ્રવેશ” પ્રસિદ્ધ કરી પિતાને અર્પણ કર્યો.” ૫૮ માં “રસપ્રવેશ” અને “અલ. કાર પ્રવેશ” એણે રચી દીધાં. આજ અરસામાં વળી એ “લઘુકૌમુદી'ના વ્યાકરણ ગ્રંથમાં ને કાલિદાસના “વિક્રમોર્વશીય” નાટકના અભ્યાસમાં ગુંથાયે હતે. ૧૮૫૬ થી ૧૮૬૬ સુધીનો દસકો એ એના વિચારોના મહામંથનમાં ગાળે છે. ૫૮ સુધીમાં ગ્રંથકાર થવાનું ભાથું પૂરું તૈયાર કરી રહ્યા. નર્મદમાં નક્કી કરેલા જીવન ધ્યેય માટે સ્વાર્પણ કરવાની અજબ અને પારાવાર શક્તિ હતી. નોકરી કરવી કે સ્વતંત્ર જ રહેવું એ નિર્ણય એને કરવાનું હતું. પોતાની આત્મકથા મારી હકીકતમાં પચીસમે વર્ષે કરેલી પ્રતિજ્ઞા એ નેધે છે. મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં ઝળઝળીઓ સાથે તેને અરજ કરી કે હવે હું ત્યારે ખોળે છઉં.” “નર્મકવિતા” ના લોકપ્રિય ટા ભાગે હવે બહાર પડવા લાગ્યા. કવિ લોકપ્રિય કવિ બ. કાવ્ય રસિકેએ નર્મદદલપતની કાવ્યશૈલીઓને સરખાવવા માંડી. બંને કવિ વચ્ચેની સ્પર્ધાનાં બીજ અહીં રોપાયાં, નર્મદની વાગ્ધારા આ કાળે જોશથી ફૂટી રહી. “siડીઆ” માસિક દ્વારા એણે અંગ્રેજી જોસફ ડિસને “સ્પેકટેટર” માં કર્યા હતા તેના વાકપ્રહારે આપણા સમાજ પર કરવા માંડયા. ૫૭ માં એમના ગદ્યલેખનો અમર સંગ્રહ “નર્મગદ્ય' નામથી બહાર પડે. એમાંને “રાજ્યરંગ” લખવા ૨૧૪
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy