SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિલાલ ગુલાબદાસ તોલાટ શાંતિલાલ ગુલાબદાસ તોલાટ એએ જ્ઞાતે દશા પોરવાડ વણિક અને સુરતના વતની છે. એમના પિતાશ્રી ગુલાબદાસ ગોપાળદાસ તોલાટ શ્રીમંત ગાયકવાડ સરકારના કેળવણીખાતામાં ઉંચી પકિ ભોગવતા હતા; એમના માતુશ્રીનું નામ ગુલાબગૌરી હતું. એમને જન્મ સન ૧૯૦૪માં તા. ૩૧ મી જુલાઈના રોજ સુરતમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૭માં મુંબઈમાં રા. ચુનીલાલ દલાલનાં પુત્રી સૌ. ધનવિદ્યા સાથે થયેલું છે. એમણે બધે અભ્યાસ મુંબાઇમાંજ કર્યો છે; અને એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી યશસ્વી હતી. ઈ. સ. ૧૯૨૪માં ઈન્ટર મીડીયેટ આર્ટસની પરીક્ષામાં સંસ્કૃતના વિષયમાં સૌથી વધુ માર્ક મેળવવા માટે એમને વિલ્સન કોલેજ તરફથી ડૉ૦ ભડકમકર પ્રાઈઝ અને ઑલરશીપ આપવામાં આવ્યા હતાં. સન ૧૯૨૬માં એમણે બી. એ.ની પરીક્ષા ઈગ્લીશ અને સંસ્કૃત લઈને નર્સ સહિત પાસ કરી હતી અને તેમાં સંસ્કૃતમાં પ્રથમ નંબરે આવવાથી વિલ્સન કૉલેજમાં સીનીયર ફેલા નીમાયા હતા. ત્રણ વર્ષ મુંબઈનાં પ્રસિદ્ધ લક્ષ્મી આર્ટ પ્રિન્ટીંગ વકર્સમાં મુદ્રણને અનુભવ મેળવ્યા પછી તેઓ હાલ ગવર્નમેન્ટ સેન્ટ્રલ પ્રેસમાં જોડાયા છે. કોલેજમાં વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે તેઓએ ગુજરાતી માસિકામાં કાવ્ય, લેખો અને અવલોકનો લખવાનું શરૂ કર્યું હતું. સ્વ. ભોગીન્દ્રરાવ દીવેટીઆના લખાણ તરફ એમને વિશેષ મમતા છે અને તેથી તેમના વાર્તાનાં પુસ્તકોને પુનરુદ્ધાર કરવાને યશ એમને ઘટે છે. | સ્વર્ગસ્થનું ચરિત્ર–ભોગીન્દ્રરાવ દિવેટીઆ-જીવન, સમય અને સાહિત્ય એ નામથી એઓ હમણાં લખી રહ્યા છે અને થોડી મુદતમાં તે પ્રસિદ્ધ થશે; તેમ એમની પ્રસિદ્ધ વાર્તાઓની નવી આવૃત્તિઓમાં ગ્રંથપરિચય લખી એમણે એ સાહિત્ય સુલભ કરવામાં આગળ પડતો ભાગ લીધો છે. એમના બે ટુંકી વાર્તાનાં પુસ્તકે તાજેતરમાં બહાર પડયાં છે; અને તે પ્રશંસાપાત્ર નિવડયાં છે. :: એમની કૃતિઓ :: ને. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ ૧. કલ્પનાની મૂર્તિઓ સન ૧૯૩૩ ૨. જીવનનાં પ્રતિબિંબ ૧૮૧
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy