SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી રમણલાલ પી. સાની એ જ્ઞાતે સાની શ્રીમાળી અને અમદાવાદ જિલ્લાના મેાડાસા ગામના વતની છે. એમના પિતાનું નામ પીતામ્બરદાસ રહેાડદાસ સોની અને માતાનું નામ જેઠીબ્ડેન છે. એમને જન્મ તા. ૨૩-૧૨-૧૯૦૭ (સં. ૧૯૬૪ ના પોષ વદ ૭) ને શિનવારના રાજ વણિયાદ કાકાપુર (ઈડર સ્ટેટ) માં થયા હતા. મોટા ભાગનું બાળપણ પણ ત્યાં જ વીતેલું. આ રીતે ગ્રામ્ય જીવનને પરિચય બાળપણથી જ એમને હ્યા છે. લગ્ન પ્રથમ ૧૩ વર્ષની વયે થયલું; પરંતુ પાંચ વર્ષમાં જ પત્ની ગુજરી જવાથી દ્વિતીય લગ્ન ૨૭ વર્ષની ઉંમરે એમણે અ. સૌ. નર્મદામ્હેન છેોટાલાલ સાથે નીકાડા (ઈડર સ્ટેટના) ગામમાં કર્યું હતું. મેાડાસાની મ્યુનિસિપલ શાળામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં જ અંગ્રેજી શાળામાં તેએ દાખલ થયેલા. અંગ્રેજી ચેાથા ધારણમાં આવ્યા પછી ભણવા પર દીલ ચાંટયું અને ત્યારપછી દરેક ધારણમાં પ્રથમ નંબરે રહેલા. લેખન પ્રવૃત્તિ તરફના રસ છેક ખાળપણમાં રામલીલાએ,ફરતી નાટકમંડળીએ ને ભવાઇએના અનુકરણ વખતે દેખાયેલે. શરૂઆતની રચનાઓમાં શામળ ભટ્ટ, પ્રેમાનંદ અને દલપતરામની સંમિશ્ર અસર હતી. આખ્યાના, વર્ણનકાવ્યા, ઉપદેશકાર્વ્યાજ લખતા. અંગ્રેજી પાંચમા ધોરણમાં તેમને કાવ્યમા ના પરિચય થયેા; તેમાં કલાપીના કથાકાવ્યાએ આકર્યાં. પછી સન ૧૯૨૫માં થિયાસારી સાહિત્યનાં વાચને અને પૂ॰ મહાત્માજીના જીવને તેમનામાં દિશાપલટા કર્યાં. અંગ્રેજી છ ધારણ મેાડાસા વિનયમંદિરમાં પૂરાં કરી, સાતમા ધારણના અભ્યાસ લુણાવાડા હાઇસ્કૂલમાં કરેલેા અને સન ૧૯૨૪ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. તે જ વર્ષોંમાં તે મેાડાસા મ્યુનિસિપાલિટીમાં કલાર્ક તરીકે નાકરીમાં રહ્યા. સન ૧૯૨૮માં એ નોકરી છેડી ગૂજરાત વિદ્યાપીઠના ગ્રામ્ય સેવા મંદિરમાં ઘેાડાક મહિના અભ્યાસ કર્યાં. પછી માઢાસા હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એટલામાં સત્યાગ્રહની લડત શરૂ થતાં, હાઇસ્કૂલમાંથી રાજીનામું આપી છૂટા થયા. પોતે લખેલાં યુદ્ધગીતાના એક સંગ્રહ ‘ રણુનાદ' નામે એવામાં એમણે પ્રગટ કર્યાં, તે જન્ન થયા હતા. ૧}
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy