SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળ નગીનદાસ નારણદાસ પારેખ એ જ્ઞાતે દમણિયા સેની, વલસાડના વતની છે; એમને જન્મ ભાદરવા સુદ આઠમ, સંવત ૧૫૯ના રોજ વલસાડમાં થયો હતો. એમના પિતાનું નામ નારણદાસ અને માતાનું નામ જીવકોરબાઈ છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૧૦માં શ્રીમતી ગુલાબ બહેન સાથે થયું હતું, અને તેમનું મૃત્યુ થતાં તેઓ ફરી સન ૧૯૩૩માં પરણ્યા હતા. એમના હાલનાં પત્નીનું નામ વાસંતી બહેન છે. . એમણે પ્રાથમિક તેમ માધ્યમિક કેળવણી વલસાડમાં લીધી હતી. વિદ્યાર્થી તરીકેની એમની કારકીર્દિ ઉજજવળ હતી, એમણે ડ્રોઈગની એલિમેન્ટરી અને ઈન્ટરમિડિયેટ પરીક્ષા પાસ કરી છે. તેઓ સાતમા ધોરણમાં હતા એ વખતે અસહકારની ચળવળ શરૂ થઈ એટલે શાળા છોડી દઈને તેઓ વિદ્યાપીઠમાં જોડાયા હતા. અહિં પણ તેઓ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિએમાં આગળ પડતો ભાગ લેતા તેમ તેના અંગે ચાલતું સાબરમતી નામનું વૈમાસિક પત્ર કેટલોક સમય તેમણે ચલાવ્યું હતું; એ પત્રમાં એક ઉત્તમ લેખ લખવા બદલ એમને તારાગીરી ચંદ્રક મળ્યું હતું. વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ વિદ્યાર્થીઓના તેમજ અધ્યાપકોના હાસ્યરસિક લેખોના લેખક તરીકે પ્રિય થઈ પડ્યા હતા. તેમને ચન્દ્રક જે લેખને માટે મળે તે પણ એક ગંભીર છતાં હાસ્યને જ લેખ હતો. તે પછી તેઓ કવિવર ટાગોરના શાન્તિનિકેતનમાં વધુ અભ્યાસ કરવા સારૂ ગયા હતા. અહિં પણ તેઓશ્રી ક્ષિતિમોહન સેનના પ્રિય શિષ્ય થઈ પડયા હતા. સત્યાગ્રહની લડતના અંગે તેઓએ જેલસજા પણ ભોગવી હતી. લોક સેવામાં તેઓ માને છે; અને લેખન વાચનમાં પણ બહુ પ્રવૃત્ત રહે છે; બંગાળી હિન્દી વગેરેનું સારું જ્ઞાન હોઈને કેટલાક ઉત્તમ ગ્રંથ એ ભાષાઓમાંથી એમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. .:: એમની કૃતિઓ :: (૧) ચુંબન અને બીજી વાત (અનુવાદ) ૧૯૨૮ (૨) કાવ્યપરિચય (૧-૨) (સંપાદન) શ્રી રામનારાયણ પાઠક સાથે ૧૯૨૯ (૩) પરિણીતા (અનુવાદ) ૧૯૩૧
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy