________________
કેશવલાલ હિંમતરામ કામદાર
કેશવલાલ હિંમતરામ કામદાર
એઓ જ્ઞાતે દશા શ્રીમાળી વણિક અને ગોંડલના વતની છે. એમના પિતાશ્રીનું નામ હિંમતરામ ડાહ્યાભાઈ અને માતુશ્રીનું નામ વખતબાઈ ઉફે નંદુબાઈ ડુંગરશી છે. એમનો જન્મ સં. ૧૯૪૭ના ચૈત્ર સુદ ૭ ને બુધવારના રોજ રાજકોટમાં થયો હતો. તેઓ સ્થાનકવાસી જૈન ધર્મ પાળે છે. એમનું લગ્ન સન ૧૯૧૩ ના માર્ચ માસમાં રાજકોટમાં શ્રીમતી ગિરજાકુંવર જેઠાલાલ સાથે થયું હતું.
એમનું કુટુંબ બગસરાથી ગંડલમાં ભા કુંભાજીના વખતમાં આવી વસેલું; આ કુટુંબ સાર્વજનિક તેમ જ રાજ્યહિતનાં કામ સારી રીતે અને હુંશિયારીથી કરવાથી તેમની કીર્તિ બહોળી જામી હતી; અને ગેંડલના એક અગ્રેસર શેઠ કુટુંબ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
પ્રો. કામદારે ઘણેખરે અભ્યાસ ગંડલમાં કર્યો હતો. પ્રવિયસની પરીક્ષા બાવદીન કૅલેજ-જુનાગઢમાંથી પાસ કરી ઈન્ટર–આટસથી તેઓ ગૂજરાત કૅલેજ, અમદાવાદમાં જોડાયા હતા; અને સને ૧૯૧૨માં બી. એ. ની પરીક્ષા પુના ફરગ્યુસન કોલેજમાંથી પાસ કરી હતી. દરમિયાન તેમણે સન ૧૯૧૦ માં એક વર્ષ એનજીનીઅરીંગ કોલેજમાં ગાળ્યું હતું. સન ૧૯૧૬ માં તેઓ એમ. એ. થયા હતા. શાળા પાઠશાળાના અભ્યાસ દરમિયાન તેઓ હંમેશાં ઊંચી પાયરીએ રહેતા. બી. એ. ફર્સ્ટ કલાસમાં પાસ કરેલી. આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે હતા. એમ. એ., માં પણ ઉંચા માર્કસ મળ્યા હતા. તે પરીક્ષામાં એમના ઐચ્છિક વિષયો ઈતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજકારણ હતા. યુનિવર્સિટીમાં તેમને બે સ્કોલરશીપ મળી હતી. (૧) કહાનદાસ મંછારામ (૨) ધીરજલાલ મથુરદાસ.
સન ૧૯૧૮ માં સુરત કૅલેજમાં એમની ઇતિહાસના અધ્યાપક તરીકે નિમણુંક થઈ હતી. ત્યાંથી બીજે વર્ષે વડોદરા કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા હતા, જ્યાં તેઓ અત્યારે છે.
કૅલેજની સર્વ પ્રવૃતિઓમાં તેઓ રસ લે છે; એટલું જ નહિ પણ વડોદરા રાજ્ય તરફથી નિમાયલી જુદી જુદી કમિટીઓ જેવી કે, ડેવલપમેન્ટ બોર્ડ, પબ્લીકેશન કમિટી, સહકાર કમિટી, પાઠ્યપુસ્તક કમિટી, બેન્કિંગ કમિટી, રેકર્ડઝ કમિટીમાં તેઓ કામ કરતા રહ્યા છે. યુનિવર્સિટિમાં તેઓ બી. એ. સુધીની પરીક્ષાઓમાં પરીક્ષક તરીકે રહ્યા છે.
૧૫૧