________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
તારાઓનાં વન ડોલે, વચ્ચે મંદાકિની વહે, એકમાંથી અનેકેની લીલા તે વિકસી રહે ! તણખા સૂર્યના ઊડી જન્મતાં વસુધા ગ્રહે, વહ્નિની ઝુંડ ઝાડીમાં ફૂટતી પ્રાણ પળે ! પ્રથમ સૃજનની તે ભવ્ય જ્યોતિ નિહાળી પુલકિત વિભુનેણે હર્ષની રેલ ચાલી ! મૃદુ નયન-સુધા તે દિગદિગતે વિરાટે ઝરમર વરસે એ નર્તતી પૃથ્વી પાટે ! આનન્દઘેલી પૃથ્વીએ અબ્ધિનું ધરી દર્પણ નિમંત્ર્યા વિભુને હૈયે ગુંજીને સ્નેહ સ્વાર્પણ.
ઉલ્લાસે વસુધા કેરી આંખમાંથી સુધા ઝરે,
બુઝાવી વહિ–જવાળા તે સોહી રહે વારિ–અંબરે ! : ઘેરા અબ્ધિ તણ પ્રશાન્ત ઉરના વારિ તણું દપણે,
જોતાં વિષ્ણુ પ્રફુલ્લ આત્મ–પ્રતિમા આનંદઘેલા બને; ચારે હસ્ત પ્રસારી સાગર પરે ઉષ્મા કરી શાન્ત તે નિઃસીમે રમતા વિરાટ ઉરમાં લહેરે નવી થન્ગને !
જન્મ ને મૃત્યુને ભવ્ય હીંચકે ઝૂલતા પળે
મસ્યાવતાર રૂપે તે સ્વયંભૂ પૃથિવી પરે ! નાચે સિધુતરંગ ઇન્દુ મલકે નાચે દિવા ને નિશા, જાગે નૂતન પ્રાણુ ગાન મધુરાં જાગી કરે સૌ દિશા; એકે કે બનીને અનેક રમતા વિશ્વેશ પાછા તહીં, સ્વાને દિવ્ય નવાં નવાં ઉર ઝીલી હર્ષે ગજાવે નહી.
તરંગ જાગતા મોટા સિધુને ઉર હર્ષના, વીંઝી જનશું પુચ્છ કરે કે મત્સ્ય ગર્જના !
ના ચહે વારિ કેરાં જ ઘેરાં ગાન વિરાટ તે, માંડે સ્વમભરી દૃષ્ટિ દૂરદૂર ધરા પરે, સ્મિતે ભરી તે મુદિતા વસુન્ધરાઉરે ફુરે કોમલ સ્નેહના ઝરા !
૧૧૪