________________
ગુજરાતી ભાષાના શબ્દકેષ
ડિક્ષનેરી બહાર પડી તેની કિંમત રૂ. ૯-૦-૦ તે સમયને માટે વધુ લાગવાથી હલકી કિંમતની ડીક્ષનેરી મેસર્સ એચ. એમ. સી. એન્ડ કોએ રૂ. ૩–૯–૦ ની કિંમતથી અમદાવાદમાં બહાર પાડી હતી અને તેને ઉઠાવ પણ સારો થયો હતો તેવું આ લેખકના જાણવામાં છે. ત્યારપછીના સાત વર્ષના ગાળામાં પેકેટ ડીક્ષનેરીઓ ચાર ઈસમેની જુદી જુદી બહાર પડેલી તે સાથેને સામેલ કરેલા પરિશિષ્ટ ઉપરથી જણાશે. - મિ. એચ. કે. પાઠકે મોટા પાયા પર ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી મિ. શેઠના દ્વારા રૂ. ૧૦-૦-૦ ની કિંમતની પ્રસિદ્ધ કરવાની જાહેરાત આપેલી અને જેને બ્લેક આ લેખમાં આપેલ છે તે પ્રયાસ નિષ્ફળ જવાથી આ લેખકને એક ઈગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી કાંઇક તેવાજ ધારણ ઉપર પરન્તુ નાના પાયા ઉપર તૈયાર કરવાની વૃત્તિ ઉદ્દભવી અને રા. શંકરભાઈ ગલાભાઈ પટેલને તેની હકીકત સમજાવી તેમને પણ એ કાર્યમાં સામેલ કર્યા. બન્ને જણાએ જુદા જુદા અક્ષરા હાથમાં લઈ કામ કરવા માંડયું; પરન્તુ જેમ જેમ કામ કરતા ગયા તેમ તેમ જણાયું કે આ કાંઈ રમતની વાત નહોતી; માત્ર અંબાલાલભાઈ સિવાય બીજી ડિક્ષનેરીઓ થયેલી તે ધારણ ઉપર કામ કરવામાં કાંઈ અર્થ નહોત; અને જે રા. અંબાલાલભાઇના ધોરણ ઉપર કાંઈ કામકાજ થાય તો જ ડીક્ષનેરી પ્રસિદ્ધ કર્યાનું સાર્થક ગણાય. આ વિચારોથી લેખકને પદ્ધતિ ફેરવવી પડી અને કાંઈક વિશેષતા જણાય તે સ્વરૂપે કામ લેવાનો નિશ્ચય થયો. અત્રે લેખકને સ્વીકાર કરતાં આનંદ ઉપજે છે કે જે રા. અંબાલાલકૃત ડીક્ષનેરી આ પહેલાં બહાર ન પડી હોત તે આ લેખકની ડીક્ષનેરી કેવળ નિર્માલ્ય જ થાત, અને તેની ઉપરાઉપરી નાનીમેટી ૧૫ આવૃત્તિઓ નિકળી જ નહોત. અંબાલાલકૃત ડિક્ષનેરીનેજ લેખકની ડીક્ષનેરી સશે આભારી છે. એજ ડીક્ષનેરીએ લેખકને દિશા બતલાવી, એજ ડીક્ષનેરીએ ડીક્ષનેરીમાં શું શું આવવું જોઈએ તેનું ભાન કરાવ્યું, એજ ડીક્ષનરીએ તેને જોઈતાં સાધનને માટે ભાગ પર પાડે અને એજ ડીક્ષનેરીના દષ્ટિબિંદુથી લેખક એના પ્રયાસમાં સફળ થયો. બીજાઓને એમાં વિશેષતા લાગે એ સ્વાભાવિક છે પરંતુ જે કાંઈ પણ વિશેષતા તેમાં હોય તે તે પણ એજ ડિક્ષનેરીના ધરણને જ લીધે છે. આની પ્રથમ આવૃત્તિ સને ૧૮૯૪ માં બહાર પડી હતી. તેની બીજી આવૃત્તિઓ અને પ્રકાશને સાથેના પરિશિષ્ટથી જાણવામાં આવશે. સને ૧૮૯૫ માં મિ. મેડોરાએ મિ. ભગુભાઈ ફતેહચંદ પાસે ડીક્ષનેરી તૈયાર કરાવીને
૧૨