________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
કોલેજની લિટરરી કલબ સમક્ષ વ્યાખ્યાન આપતા એમને વીરપુરુષ તરીકે સંધ્યા હતા એ અક્ષરસઃ સાચું હતું.
પૂર્વજોને અંજલિ અર્પવાની પ્રથા આપણે અહિં પુરાતન કાળથી પ્રચલિત છે અને તે યોગ્ય છે. વર્ષના એક દિવસ એમનું શ્રદ્ધાપૂર્વક અને પૂજ્ય ભાવથી સ્મરણ કરીએ એ એમના વંશજો અને વારસોનું, અમે માનીએ છીએ, કે, પરમ કર્તવ્ય છે.
વળી ગુરૂ પૂર્ણિમા ઉજવવાને વિધિ સામાન્યતઃ જોવામાં આવે છે; અને ન્હાનપણથી આપણા બાળકોને શિખડાવવામાં આવે છે કે તારા માતપિતાને અને વડિલને માન આપ; તેમની પૂજા કર. આમ વડિલો અને ગુરુ પ્રતિ પૂજ્ય ભાવ અને કૃતજ્ઞતાની લાગણી દાખવવાની આજ્ઞા આપણા ધર્મગ્રંથાએ પરાપૂર્વથી કરેલી છે.
પાશ્ચાત્ય દેશોમાં પણ એમના અગ્રેસર પુરુષ અને વિદ્વાનેનું સન્માન અને કદરસનાશી વિધવિધ રીતે કરવામાં આવે છે; તેની વિગતેમાં આપણે નહિ જઈએ, પણ ત્યાંના પ્રતિષ્ઠિત અધ્યાપકોનું સન્માન એમનું શિષ્ય મંડળ, મિત્રો અને પ્રશંસકે યોગ્ય સમયે પ્રેમાંજલીરૂપે એક ભેટ પુસ્તક
જીને કરે છે; એમાં ગુણપૂજન અને ગુણગ્રાહકતાની સાથે સાહિત્યસેવાને હેતુ પણ રહેલું હોય છે.
આપણા ઈલાકામાં એ પ્રકારનું સન્માન સન ૧૯૨૧માં ડો. સર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરનું કરવામાં આવ્યું હતું; એટલું જ નહિ પણ એમને પ્રિય એવી સંશોધન વૃત્તિ અને પુરાતત્ત્વના અભ્યાસને ઉત્તેજન મળે એ ઉદ્દેશથી, એવું એક સંશોધન મંદિર અને અભ્યાસગ્રહ એમનું નામ તેની સાથે જોડીને, સ્થાપ્યું હતું, તે સંસ્થા એમનું જીવન કાર્ય આજે બહુ સારી રીતે આગળ વધારી રહી છે.
તે પછી આપણે અહિં એવા બીજા સમારંભો થયા છે, જેવા કે, વસત રજત મહોત્સવ, કવિ ન્હાનાલાલ સુવર્ણ મહોત્સવ, શ્રીયુત ખબરદાર કનકેત્સવ; પણ એ સૌમાં શ્રીયુત નરસિંહરાવ અને દી. બા. કેશવલાલ ભાઈ, એમના પિોણોસોમા વર્ષમાં પ્રવેશ કરતા એ બંનેને અભિનંદન આપવાના પ્રસંગે યોજાયા હતા તે વિશિષ્ટ પ્રકારના છે; તેઓ પણસો મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બિના જાહેર થતાં, આનંદ અને ઉત્સાહભર્યા,