SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. પં a sanguine temperament and the circumstances under which he entered on the active duties of life were eminently suited to strengthen the original tendencies of his nature. Our country was struggling into natural existance. × × Energy, self-reliance, fearlessness, the resolute defence of whatever he thought right and useful, the strong hope of ultimate success, these became the great elements of his intellectual character." × X આ નાંધ જાણે આપણા કવિશ્રીને ઉદ્દેશીનેજ ન લખાઈ હોય તેવી રીતે દરેક રીત્યે તેમને અક્ષરશઃ લાગુ પડે છે. આમ હોવા છતાં દીલગીરી સાથે જણાવવું પડે છે કે આ કોષને લીધે કવિશ્રીને અનહદ આર્થિક નુકસાન થયું હતું. તેવા વખતમાં સરકારના આશ્રય સિવાય સઘળા પ્રયાસેા નકામાજ હતા. કાંઇક શાહુકાર શેઠીઆએ, કાંઈક રાજારાણાએ અને કાંઈક વિદ્વાનાની પુસ્તક ખરીદી રૂપે મદદ થઈ હતી. તોપણ કાષને ઉઠાવ જોઇએ તેવા થયા નહિ. કાષની મૂળ કિંમત રૂ. ૨૨) હતી. સમય અને બુદ્ધિના વ્યયને લક્ષમાં ન લેતાં માત્ર ખર્ચના સંબંધને વિચાર કરતાં પણ કિંમત વધારે ન હતી. તેમ છતાં તેમણે પાછળથી કિંમત ઘટાડી તાપણુ પ્રતેને જોઇતા ઉઠાવ થયા નહિ. મુંબાઈ માટે આગળની કહેવત છે કે “રાટલા મળે પણ એટલા ન મળે’’ તેવી ત્યાં જગાની તગાસ હતી. તેમાં નર્મ કોષ જેવાં મેટાં પુસ્તકો જો રાકે તે પણ ઉપાધિ. કવિશ્રીએ વિદ્વાના, લાયબ્રેરી વિગેરેને સન્માનપૂર્વક તેની ભેટ આપવા માંડી અને આખરે થાકીને બાકીની ૩૮૦ પ્રતા રૂા-૭) ના ભાવથી (પડતર કરતાં પણ એછે) સને ૧૮૭૬માં સરકારને વેચી દીધી. સરકારે પણ નફાના વિચાર ન રાખતાં રૂા.૧૦)ની કિંમતે વેચવા માંડી. તોપણ તેટલી પ્રતાને ખપતાં ખપતાં ૧૯ વર્ષનાં વહાણાં વહી ગયાં. આ આપણા ગુજરાતી સમાજની કદરદાની કહેા, ગુહગ્રાહકતા કહેા કે અભિરૂચિ કહા તે દૃષ્ટિગાચર થાય છે. આજ કારણને લઇને લાંબાગાળા સુધી ખીજા કોઇએ ગુજરાતી ભાષાના કોષ તૈયાર કરવાનું યોગ્ય વિચાર્યું નહિ હાય ! ! ! ७०
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy