SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાના શબ્દકોષ રૂપ હતું. જે સમયે ગુજરાતી ભાષાનું યથેષ્ટ સ્વરૂપ ધડાયું નહેાતું, શબ્દોને ભંડોળ ખીલકુલ નહોતા, સાધન નહોતું, સામગ્રી નહેાતી, જોડણીની રૂપરેખા પણ નહેાતી, પેાતાની પાસે નાણાંની સગવડ તેા રહી પણ ઉલટી હાડમારી હતી, સરકાર, રાજારાણા કે શેઠ શાહુકારની મદદ નહેાતી, એ ત્રણ કે ચાર સાક્ષરાની કમિટી નહેાતી, રેલ્વે કે પેસ્ટના અત્યાર જેટલાં સાધન ન હેાતાં, તેવા સમયે ઈંગ્રેજી ભાષામાં અનેક કોષો છે, સંસ્કૃતમાં એક નહિ પણ અનેક કોષો છે, મરાઠી, હિંદુસ્તાની અને બંગાળીમાં પણ કાષા છે અને મારી માતૃભાષામાં એક પણ કાષ નથી, તે હાવેાજ જોઈ એ તેવા મમત્વ, પ્રેમ, અને અભિમાનથી દારાઈ-પ્રેરાઈ એકલે હાથે, અનેક મુશીબતા, અગવડા, વિટંબના અને ઉત્સાહભંગના પુષ્કળ પ્રસંગે આવવા છતાં સ્વાશ્રયથી શૂન્યમાંથી ન કાષ જેવા પદ્ધતિસર કેાષ બનાવવા એ કાઈ નહાનીસૂની વાત નહેાતી. પ્રયત્ન ભગીરથ હતા; તે છતાં પ્રાધમુતમનના ન પરિત્યજ્ઞપ્તિ એ ન્યાયે આરંભેલું કાર્ય તેમણે સાંગેાપાંગ પાર ઉતાર્યું અને ગુજરાતી ભાષા ઉપર તેમણે ઘણા માટે ઉપકાર કર્યાં. અત્યારની જનતાને એ કોષમાં ખામી લાગે એ સ્વભાવિક છે. પરંતુ તે સમયે ગુજરાતી ભાષાની બાલ્યાવસ્થા હતી. અણખેડાયેલી –અણુશેાધાયેલી–સંસ્કારહીન હતા—સાહિત્યને સમજનારા ગુજરાતીએ આંગળીના વેઢા ઉપર ગણી શકાય તેટલાજ જીલ્લાવાર હતા; ઉપર બતાવ્યા તેવા સંજોગેા હતા, અને કવિ પોતે ગદ્યપદ્યના સાહિત્ય તેમ સુધારાની અનેક પ્રવૃત્તિઓમાં ગુંથાએલા હતા. એ સઘળું ધ્યાનમાં લેતાં દરેક વિચારશીલ પુરુષને કબુલ કરવું પડશે કે કવિશ્રીના આ મહાભારત પ્રયત્ન માટે ગુજરાત સદાને માટે તેમનું ઋણી છે. હિંદુસ્તાનની બંગાળી, મરાઠી, હિંદી વિગેરે ભાષાઓને ઇતિહાસ ધ્યાનપૂર્વક અવલેાકીશું તેા ઘણીખરી તેવી ભાષાના વોઁકયુલર ઈંગ્લીશ અને કેટલાકના ઈંગ્લીશ વર્નાકયુલરના કોષોના કર્તી યુરોપીઅનાજ દષ્ટિગાચર થશે. અલબત્ત આવા યુરેાપીઅનેાના આશ્રયને માટે હિંદુસ્તાન તેમના ઉપકાર નીચે છે. પરંતુ જરાક ઉંડા ઉતરીને તપાસીશું તે જણાશે કે તેવા કાષા સરકારની પ્રેરણા, ઉત્તેજન અને આર્થિક મદદનેજ આભારી હશે. આ હકીકત લક્ષમાં લેતાં તેવી પ્રેરણા, ઉત્તેજન કે મદદને અભાવે કવિશ્રીનું આ કાર્ય સંપૂર્ણ ધન્યવાદનેજ પાત્ર છે. કવિશ્રીએ આ મહદ્કાર્યના પ્રારંભ સને ૧૮૬૧ની સાલ પહેલાંજ કર્યો હોવા જોઇએ. કેમકે સને ૧૮૬૧માં તેમણે સ્વર વિભાગ રૂપ પહેલા ૬૭
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy