________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪
સવાઈ બ્લેક, ૧૮ પાઈન્ટ અને ટુલાઈન એ, વિષય કે પ્રકરણનાં મથાળાં માટે ઉપયેાગનાં બીબાં છે, પણ તેના વપરાશમાં રૂપષ્ટિ અને વિવેકબુદ્ધિ ન વપરાય તે, કાં તો મથાળું માથાભારે થઈ જાય છે, અથવા બહુ પાતળુ પડી જઇ વ્યક્તિત્વહીન થઇ રહે છે. આના નિર્ણયના મુખ્ય આધાર પૃષ્ઠદેહના કદ ઉપર તથા મથાળાના પ્રકાર ઉપર રહે છે. સામાન્યતઃ બધાં પુસ્તકા ક્રાઉન સેાળ પેજી (‘તણખા'ના કદનાં) હેાય છે, કે ક્વચિત આ પુસ્તકના (ડેમી આઠ પેજી) કદનાં હાય છે. એ કદમાં એક જ લીટીનું અને માકસરનું ટૂંકું વિષય–મથાળું હોય ( દાખલા તરીકે વાર્તાનું નામ કે વિષયનું નામ ) તેા ટુલાઈન ટાઈપ સપ્રમાણ રીતે વાપરી શકાય. પરંતુ પ્રકરણ પહેલું–જાના અને નવા જમાને' એવું એ પ્રકારનું અને લાંબુ મથાળું હાય તેા ટુલાઇન ટાઇપ માથાભારે થઇ પડે. આવા દાખલામાં સવાઈ બ્લૈક અને ૧૮ પાઇન્ટને—અથવા ગ્રેટ પ્રાઇમર કે ગ્રેટ લૅંકને— પરસ્પર બંધએસતા આવે એવા રૂપમાં ગાઢવી લેવાથી સારી રચના થાય છે. માત્ર સંભાળવાનું એટલું કે મથાળુ પાતળુ ન પડી જતાં તેને તેનું વ્યક્તિત્વ મળી રહે ને છતાં તે માથાભારે ન થઈ જતાં સપ્રમાણ ગોઠવાઇ રહે. ઉપરાંત એ પ્રકારનાં મથાળાંમાં ચડાઊતરી વપરાતા ટાઈપ તે તે લીટીના મહત્ત્વ અનુસાર વપરાય. ‘પ્રકરણ પહેલું’ એને સવાઇ બ્લૈકમાં અને તેની નીચે ૧૮ પોઇન્ટમાં · નવા અને જૂને જમાનેા’ એ રીતે લેવાથી આ અ સરશે. ‘વીર નર્મદ' નામના પુસ્તકમાં આ રચના જોઇ શકાશે. રાયલ આર્ટ પેજી કે ક્રાઉન આપેજી જેવા કદનાં પુસ્તામાં આ જ પ્રકારે ટુલાઈન સાથે ગ્રેઇટ બ્લેક કે ૧૮ પાઇન્ટને ટાઈપ વાપરી શકાય.
:
શ્રીલાઇન ટાઇપના ઉપયોગ ગ્રંથમાં તે માત્ર અમ્રપૃષ્ટ-ટાઈટલ પેઇજઉપર જ થઈ શકે એવું છે. ફોરલાઇન ટાઇપ પણ મેટા કદનાં પુસ્તકામાં એવા ઉપયેાગમાં આવે. પણ તે ઉપરાંત તેને ખરા ઉપયોગ તા પ્રકરણ કે વિષયની શરૂઆતમાં પ્રથમાક્ષર તરીકે મૂકવા માટેના છે. તેની ઊંચાઈ અરેાબર પાકા ટાઇપની એ લીટીના માપની હે!વાથી તેના પેટામાં એ લીટીએ બંધબેસતી આવી રહે છે. પૃષ્ઠ નાનું હેાય કે મારું પણ પાઈકા ટાઇપની ગમે તે પૃષ્ઠાકૃતિમાં ધણા ઔચિત્યપૂર્ણાંક એ શેાભી રહે છે. આ લેખની શરૂઆતમાં તે એ રીતે વપરાયા છે એ જોવાથી આ હકીકત સ્પષ્ટ સમજાશે. ટાઇપેાના વાપરનાં ઉપર બતાવ્યાં તે માદર્શન તો માત્ર પ્રાથમિક }}