SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪ (૧૬ પૈઈન્ટના) અને જોડીદાર “ગ્રેઈટ પ્રાઇમર” તથા “ગ્રેઇટ બેંક’ કરતાં તે સુડોળ, રેખાઉતાર અને સહેજ મોટા દેખાવનો છતાં પાતળા હોવાથી વધુ આકર્ષક છે અને ૬ થી ૧૨ વર્ષ સુધીનાં બાળકોનાં પુસ્તકના bodytype તરીકે તેણે નામના મેળવી છે. આ સિવાયનાં બીજાં બધાં કામ માટે પાઈક ટાઈપ વપરાય છે, સવાઈ પાકા કરતાં પાતળા તથા ઊભા ઘાટને, પણ સુંદર રેખાને અને સામાન્ય વાચકની નજરને ગમે તેટલા વાચનથી પણ નુકસાન ન પહોંચાડે એવા સુવાચ્ય કદનો એ ટાઈ૫, બીજો કોઈ નવો અને વધારે સારે જેડીદાર એની અવેજીએ શોધાય ત્યાં સુધી તે આપણે માટે સેનાને છે. ગુજરાતી ભાષાના લગભગ સમસ્ત મુદ્રણકાર્યમાં તે વપરાય છે. પાઈકાથી બે પોઈન્ટ નાનો તે મૅલ પાઈ. દેખાવમાં તે સારે છે; પરંતુ ઝીણો હોવાથી સમગ્ર ગ્રંથદેહમાં વાપરવો હિતાવહ નથી. મોટા ગ્રંથમાં અવતરણો તથા પરિશિષ્ટ જે ચાલુ પાઈક લખાણથી ગૌણ રૂપે તથા જુદાં તરી આવે તેમ છાપી બતાવવાં હોય તેમાં, એનું યોગ્ય સ્થાન છે. એ સિવાય ગજવામાં રાખી શકાય તેવી ગુટકા ઘાટની પુસ્તિકાઓની સુંદર આવૃત્તિમાં એના સુડોળઘાટને લીધે એ ડી ટાઈ૫” તરીકે માન પામે તેવો છે. કુટનોટો–ચાલુ વાંચનમાં પૃષ્ટ નીચે મૂકવામાં આવતી પાદનોંધો કે ટી–માં પણ આજ સુધી સામાન્યતઃ એ ઐલ ટાઈપ વપરાતો આવ્યો છે; પરંતુ તેનું કદ માઈકાથી માત્ર બે જ પોઇન્ટ ઓછું હોવાથી તે ખાસ જુદો તરી આવતો નથી. એને માટે તે પાક જેવા જ લગભગ ઊભા કદને અને તેથી ત્રણેક પોઈન્ટ નાન–પણ માપન લેંગ પ્રાઇમર ટાઈપ વધારે યોગ્ય છે. તે પાઈકાની સાથે રૂપમાં સુમેળ રચતો છતાં, કદમાં નાનું હોવાથી પૃષરચનામાં અવતરણ અથવા પાદનોંધ તરીકે વિશિષ્ટ વ્યકિતત્વ ધારણ કરીને તરી આવે. આપણે ત્યાં આ પ્રકારે તેનો ઉપયોગ થયો બહુ જાણમાં નહોતે, કેમકે રૂપવિધાનના આ મુદ્દાઓ પર કોઈએ તેને વિચાર નહિ કર્યો હોય. આથી એ રીતે તેને ચાલુ કરવાને ઈરાદો હતો, ત્યાં તે આ વર્ષમાં પૂનાથી પ્રકટ થવા માંડેલા ગુજરાતી “હરિજનબંધુ'માં તેનો એ પ્રકારને વાપર શરૂ થએલો જો, અને આનંદ થયો. સૌને એ જેવાથી લંગપ્રાઈમર ટાઈપની એ વિશિષ્ટતાની ખાતરી થશે. એ જ પ્રકારે સ્મોલ ટાઈપ જે સવાઈ પાઈકાની સાથે વપરાય તો બંને મળીને સુગ્રથિત પૃષરચના કરે.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy