________________
ગ્રંથ પરિચય ગુજરાતી ભાષા વાંચનાર જનતાના તમામ વર્ગમાં લોકપ્રિય થઈ પડેલી “ ગ્રંથ અને ગ્રંથકાર' પુસ્તકમાલાનું ચોથું પ્રકાશન બહાર પાડતાં આનંદ થાય છે. એ પુસ્તકમાં પ્રતિ વર્ષ ભાષા અને સાહિત્યને લગતાં ઉપયોગી અંગેની ચર્ચા કરવામાં આવે છે એ એની ખાસ વિશેષતા છે. પુસ્તકો લખનારનાં ચરિત્ર તેમજ તેમની કૃતિઓની યાદી એ તે કાયમનું અંગ છે. તદુપરાંત reference માટે ઉપયોગી થાય તેવી બાબતોનો આમાં સમાવેશ કરવામાં આવે છે. વર્ષમાં પ્રકટ થએલાં પુસ્તકોની વર્ગવાર યાદી, વર્ષ દરમિયાન સામયિક પત્રોમાં પ્રસિદ્ધ થએલા સારા લેખોની વિગતવાર સૂચી તથા ગુજરાતી ભાષાના અભ્યાસ માટેના પુસ્તકોની નામાવલિ એ સર્વ ગુજરાતી સાહિત્યના reference માટે બહુમૂલ્ય વસ્તુઓ છે. આખા વર્ષ દરમિયાન સામયિક પત્ર વાંચી તેમાંથી શિષ્ટ લેખની નોંધણી કરવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી. આ વર્ષ આપેલી સામયિક પત્રો સંબંધી ચર્ચા વાંચનારને જરૂર પ્રિય થઈ પડશે. વિશેષમાં ભાઈ દેશળજી પરમાર જેવા અભ્યાસીએ ૧૯૩૨ ના વર્ષની સુંદર કાવ્યકૃતિઓનો વિભાગ તૈયાર કરી આપ્યો છે તે ખરેખર આ પુસ્તકની ઉપયોગિતામાં વધારો કરે છે. ભાઈ બચુભાઈ રાવતને પિતાને માનીતે વિષય પણ આ પ્રકાશનમાં માલુમ પડશે. ગુજરાત વર્નાકયુલર સોસાઈટી આ ભાઈઓની ઋણી છે.
ગુજરાતી કેળવણીકારોનાં ચરિત્ર અને તેને લગતી ઘણી મહત્ત્વની બાબતે આ ગ્રંથમાં જોવામાં આવશે. ટુંકામાં આ પુસ્તકને reference ના પુસ્તક તરીકે જેમ બને તેમ વધારે ઉપયોગી તથા આકર્ષક બનાવવા માટે સંપાદકે સતત કાળજી રાખેલી છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી.
છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન બન્યું છે તેમ ૧૯૩૨ની સાલમાં પણ બાલ સાહિત્યને જબરે ફાલ આપણી ભાષાને પ્રાપ્ત થયો છે. એ સર્વના સંસ્કાર મેળવેલાં બાળકે જ્યારે ભવિષ્યમાં નાગરિક બનશે ત્યારે જરૂર ગુજરાતનું નામ દીપાવશે. | ગુજરાતી સાહિત્ય બધી દિશામાં ખેડાતું જાય છે એ આ પુસ્તકમાં આપેલી યાદી પરથી જણાઈ આવશે. વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા ઓછા બેડાયેલા વિષય પર પણ પુસ્તકે વધારેને વધારે લખાય છે એ સમયનું શુભ ચિહ્ન છે. પ્રજા એકંદરે ગરીબ, અજ્ઞાનનું પ્રમાણ ઘણું જ