________________
૧૯૩૨ ની કવિતા
નદી, ઉદધિ, પર્વતે ગગન ઘેરી ગેળા ભમે, અને હદયતાર સૌ ઝણઝણે લહી પ્રેમને પ્રિયાનયનમાં, શિશુમિત વિષે, પિતાઅંકમાં, ઉરે જનનીના, મને સુહદ ભાઈભાંડુ તણા. પિતા ! બસ નથી શું આ વિભવ માનવીને મળ્યો? પ્રમાણ તુજ પ્રેમનું પ્રકટ એ નથી? કે મથે અહમ વધુ પ્રમાણવા યમ, કિંઠાથી, ક્યારે અને પડી વિફળ શોધમાં બડબડી ઊઠે ને બળે ? ન બિન્દુ જળનું લહે કદી ય માપ સિંધુ તણું, વિરાટ-ઉરમાં વસે બસ નથી જ શું એટલું ?
રામપ્રસાદ શુકલ
સ્મારક
“(પૃથ્વી) લઉં કુલછડી? સુગંધમય પાંખડી ? કે ઘડી શિલા શકલને અબેલ વદને ય વાચા દઉં ? વિરાટ નભમાળથી ચકચકિત તારા લઉં ધરૂ ચરણમાં? પળેપળ રહ્યું નથી દીવડી ? સહસ્ત્રકિરણાવલિરચિત દીપતી રાખડી થકી ગ્રથિત વિશ્વનાં પરમ પંચ તો સહુ તણું અચલ ચિત્રની જ સ્મૃતિ એક તારી ચહું; કિયું રચું કહે ? અનંત યુગરાજથી યે વડી ! હતી રમતી આળ તું–સરલ શાંત ગંગોદક– સદા પતિતપાવની, કમલરેખ શી વિસ્તરી, વહી ઘન ગભીર નિત્ય મુજ જીવને નિર્જરી, ઉડંત જગતાતની અતિ વિશાળ કો કલ્પના સમી, તુજ મસે કઈ નવીન હું રચું ભાવના? ઈલા’ શબદ એક એ જ નથી ભવ્ય શું સ્મારક ?
ચન્દ્રવદન મહેતા