SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ધીરસિંહ વ્હેરાભાઈ ગાહિલ ધીસિંહ વ્હેરાભાઈ ગાહિલ એક જાતના રાજપુત અને સેાનગઢ થાણા તાબે આલમ્પુરના વતની છે. એમને જન્મ તા. ૨૦-૧૧-૧૮૮૪ સંવત્ ૧૯૪૧ના માગસર સુદ ૩ ને ગુરૂવારે આસપુરમાં થયેા હતેા. એમના પિતાનું નામ વ્હેરાભાઈ અમાભાઈ અને માતાનું નામ મગજીબા જીવાભાઈ છે. એએ પરણ્યા નથી. ઘડી શાળામાં શિક્ષણ લેવું શરૂ કરેલું; પણ તે તદ્દન અનિયમિત ને ઢંગધડા વગરનું; કેમકે ગામમાં નિશાળ નહિ અને દોઢ ગાઉપર એક નિશાળ હતી ત્યાં જવું પડતું. થેાડા વખત બાદ તે પણ બંધ થવાથી અભ્યાસ બંધ પડેલા. પછી એક સાધુ પાસે તુલસીકૃત રામાયણ ભણવા માંડેલું. આ સ્થિતિમાં લખવાનું તે આવડે ક્યાંથી; માંડ સહી કરી શકે. એ સંબંધમાં તેઓ જણાવે છે: 66 ‘ સને ૧૯૦૧ ની સાલમાં હું સરકારી કામે સેાનગઢ થાણામાં ગયે હતા. ત્યાં મારે સહી કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં, હરજીવન નામના કારકુને મે જે મેટા ભમરડા જેવા અક્ષરમાં ખરાબ સ્વરૂપમાં જે સહી કરી તેથી તેણે મેણું માર્યું કે ગરાસીઆને સહી કરતાંએ ન આવડે.' ભણેલા છે એમ શું કામ કહેવડાવતા હશે ? આથી ન ભણેલા સારા ! આ પ્રસંગ મને લાગી આવ્યા. ત્યારબાદ મેં સારૂં લખતા શીખવા માટે મારા ઘરમાં જે દસ્તાવેજો અને સરકારમાં કરેલી અરજીઓની નકલેા હતી તેમની મેનકલ કરવાનું શરૂ કર્યું. આમ જે હાથમાં આવ્યું તે લખ્યાજ કર્યું. પરિણામે લખવાપર કાબુ મેળવ્યા.” તેએ ‘ક્ષત્રિય મિત્ર’ નામનું માસિક એડિટ કરે છે અને ગેહિલવાડ રાજપુત સમાજના ઉપમત્રી છે. લેક સાહિત્ય અને ચારણી સાહિત્ય એમના પ્રિય વિષયા છે. એમણે લખેલાં ગ્રંથાની યાદી નીચે આપી છે; પરંતુ એમના લેખન વાચન અને અભ્યાસ વિષે જે વિશેષ હકીકત લખી માકલી છે તે જાણવા જેવી છે. “અભ્યાસનું સાધન હતું નહિ. સાત વર્ષની ઉમ્મરે આલમ્પુર સરકારી શાળમાં અભ્યાસ માટે પ્રવેશ કર્યો; પરંતુ દસ એકડા પૂરા ન કર્યાં તેવામાં સ્કુલ ઉડી ગઈ. ખેાડી પીંપરડીના એક બ્રાહ્મણને ખેાલાવી ધૂડી નિશાળ મ`ડાવી. આ સ્લેટ પેન નહાતાં. પાટી ઉપર ધૂળ નાંખી વતરણાથી ભણવાનું હતું. છ મહિના બાદ ભણવાનું બંધ થયું. પડયાજી ચાલ્યા ગયા. ૧૩૧
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy