SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુવનદાસ પુરુષાત્તમાસ લુહાર (સુન્દરમ ) ત્રિભુવનદાસ પુરુષાત્તમદાસ લુહાર (સુન્દરમ ) એ જ્ઞાતિએ લુહાર અને ભરૂચ જીલ્લામાં આવેલા મિયાં માતર ગામના વતની છે. એમના જન્મ સન ૧૯૦૮ માં મિયાં માતરમાં થયે હતા. એમના પિતાશ્રીનું નામ પુરુષોત્તમદાસ કેશવલાલ લુહાર અને માતુશ્રીનુ નામ ઉજમબ્ડેન છે. એમનું લગ્ન નવેક વર્ષે એમના જન્મસ્થાનમાં શ્રીમતી મંગલામ્હેન સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ મિયાં માતરની લેાકલ ખેની સ્કૂલમાં અને માધ્યમિક આમેાદ અને ભરૂચમાં રાષ્ટ્રીય શાળાઓમાં લીધું હતું. તેએ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક છે; અને ભાષા વિશારદની પદવી પ્રાપ્ત કરી છે. * સાબરમતી' માં ઉત્તમ લેખ લખવા માટે એમને તારાગૌરી ચંદ્રક મળ્યા હતા; તેમજ ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ અખીલ ભારત વિદ્યાર્થી પરિષદનું ઈનામ પ્રાપ્ત થયું હતું. કવિતા એમને પ્રિય વિષય છે. મહાત્માજીએ એમના જીવનપર પ્રબળ અસર કરી છે; અને લેાકશિક્ષણ એ એમનેા વ્યવસાય છે. નવા કવિએમાં એમની કવિતા આદરપાત્ર જણાય છે; અને નજદિકમાં એમને કવિતા સંગ્રહ બહાર પડતાં, જનતા એમની કવિતાની વધુ કદર કરશે એવી અમને ખાત્રી છે. ૧૨૭
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy