________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી,
એ ઉપરાંત “ગુજરાત શાળાપત્ર” નામનું માસિક ઇ. સ. ૧૯૦૨ના ઓગસ્ટથી એમના તંત્રીપણા હેઠળ ચાલવા માંડયું ત્યાર પછી અગાઉ “માસ'ના શીર્ષક નીચે આવેલા લેખ અને ત્યાર પછી એ શીર્ષક વિના પત્રના આરંભમાં આવેલા લેખ સર્વ એમના લખેલા છે, અને તેમાં વ્યાકરણ ભાષા, કાવ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, માનસશાસ્ત્ર, કેળવણી પ્રાકૃતભાષા વગેરે વિવિધ વિષયે ચર્ચાયા છે.
કમળાશંકરના જીવનનો અગત્યને વૃત્તાન્ત આપણે સંક્ષેપમાં જણાવી ગયા. એમનું શૈશવ કેવા પ્રકારનું હતું, પ્રાથમિક શિક્ષણ એમણે ક્યાં આગળ અને કેવી રીતે લીધું હતું, એમણે અંગ્રેજીનો અભ્યાસ કઈ સ્કૂલમાં અને કઈ કોલેજમાં કર્યો હતો, કેવા ગુરુઓના શિક્ષણનો લાભ એમને મળ્યો હતો, એમના પિતાના જૂના વિચારને લીધે એમને વિદ્યાભ્યાસ વિષે. ઉત્સાહ કેવો અંકુશમાં રહેતો હતો, વિદ્યાભ્યાસ આગળ ચલાવવાનો વિચાર કીધા પછી પણ એક નાગર બ્રાહ્મણ તરીકે એમને કેવી મુશીબતો વેઠવી પડતી હતી. વિદ્યાભ્યાસ પછી કઈ નોકરી લેવી તેને નિર્ણય કેવી રીતે કરવામાં આવ્યું, એ નોકરીમાં એમની ઉત્તરોત્તર વૃદ્ધિ કેવી રીતે થઈ એમના ઉપરીઓની એમના ઉપર હમેશા કેવી પ્રીતિ હતી, મુંબઈ યુનિવર્સિટિના ફેલો તરીકેનું માન એમને કેવી રીતે મળ્યું, મુંબઈ તથા પંજાબના યુનિવર્સિટિમાં અનેક વર્ષો સુધી પરીક્ષક તરીકે કામ કરવાનો પ્રસંગ એમને કેવી રીતે પ્રાપ્ત થયો, યાત્રાનો શોખ પણ એ કેટલે અંશે પૂરે પાડી શક્યા, અને સંસ્કૃત, ગુજરાતી, તથા અંગ્રેજીમાં સારાં પુસ્તક પ્રસિદ્ધ કરી શાળાપત્રમાં વિવિધ વિષયો ચર્ચા સાહિત્યની પણ એમણે કેવી કીમતી સેવા બજાવી તે આપણે જોયું. સાથે સાથે એમના વખતની શિક્ષણપદ્ધતિ, એમના શિક્ષકોની આવડત હોશિયારી અને કર્તવ્યપરાયણતા, એમના વખતની રમત વગેરે આનુષંગિક વિષય વિષે પણ આપણે કેટલુંક જાણ્યું, પણ એ સઘળી ઝીણી ઝીણી વિગતને ભેદીને આપણે વધારે ઉડી દૃષ્ટિથી જોઈએ છીએ અને એ જીવનને અમુક માર્ગમાં પ્રેરનારાં સૂક્ષ્મ તો ક્યાં છે તેને આપણે વિચાર કરીએ છીએ, એ જીવન અમુકજ પ્રકારનું ઘડાયું અને તેને પ્રવાહ અમુકજ વેગથી વહ્યો ગયો તેનાં ગૂઢ કારણે આપણે શેધીએ છીએ તો તે નથી જણાતાં એમની વિદ્વત્તામાં કે નથી જણાતાં એમના વાક્યાતુર્યમાં. એમને ઉદ્યોગ, એમની ખંત, અને એમની પ્રામાણિકતા, એ નૈતિક ગુણોમાંજ એમના જીવનને થડે કે
૧૧૧