SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી ગયા હતા, એટલે આ વિદ્યાર્થીના કેસને નિર્ણય કરવાનુ કામ રા. બા. પાવતીશંકર અને શાસ્ત્રી ગણપતરામનું હતું. રા. ગણપતરામને અભિપ્રાય એવા જણાતા હતા કે “ આપણે તે। વિદ્યાથી એએ કેટલી વિદ્યા સંપાદન કરી તેની પરીક્ષા કરવાની છે, આપણે કંઈ ચાલચલગતનાં પ્રમાણપા એ લેાકેા પાસેથી લેતા નથી; માટે એ વિદ્યાથીને જવા દેવા. '' પણ રા. બા. પાતીશંકરને એવી લુચ્ચાઇ તરફ ઘણા તિરસ્કાર હતા તેથી એ વિચાર માન્ય રહ્યો નહીં, એએ રા. કમળાશકરના મત સાથે મળતા આવ્યા, ‘ કાપી કરનાર શિષ્યને કઇ પણ શાસન કરવામાં ન આવે તે પછી સુપર્બોઇઝર રાખ્યાનું પ્રયાજન શું?” એમણે રા. કમળાશ કરને વાંસા હોકીને એમને શાખાસી આપી, અને પેલા વિદ્યાર્થીને ઘટતી શિક્ષા કરી. રા. બા. પાર્વતીશકરે રા. કમળાશંકરને માટે ડૉ. સ્કૂલરને ભલામણ કરેલી તે પરથી એમને રૂ. ૮૦)ને પગારે અમદાવાદ હાઇસ્કૂલમાં ચોથા અસિસ્ટંટની જગા મળી. એ સ્કૂલમાં તે વખતે પાંચજ અસિસ્ટંટ હતા. છેલ્લા ઍસિસ્ટંટ રા. રણછેાડલાલ ખંભાતી ( જે હાલ સુરતની હાઇ સ્કૂલના હેડ માસ્તર છે તે ) હતા. બેસ્ટ સાહેબ હેડ માસ્તર હતા. ત્યાર પછી રા. કમળાશંકર ધીરે ધીરે નેકરીમાં ચડતા ગયા. વચમાં–ઈ. સ. ૧૮૮૨માં સુરત હાઈ સ્કૂલમાં દશ મહીના સારૂ એમની બદલી થયલી. તે વખતે જૂની ઢબના પ્રખ્યાત શિક્ષક મિ. ઉત્તમરામ નરભેરામ ત્યાં હેડ માસ્તર હતા. અમદાવાદની કાલેજમાં તે વખતે એકલી પ્રિવિયસનીજ કલાસ હતી. તે, સ્કૂલ સાથે જોડાયલી હતી, અને સ્કૂલ તથા કાલેજ બેઉના પ્રિન્સિપાલ તરીકે ખા. બ. જમશેદજી અરદેશર દલાલ હતા. એમને રા. કમળાશંકર ઉપર ઘણા પ્રેમ હાવાથી એમના આગ્રહથી સરખે પગારે એટલે રૂ. ૯૦) ને પગાર–એ સુરતથી પાછા અમદાવાદ હાઇ સ્કૂલમાં ત્રીજા અસિસ્ટન્ટ તરીકે આવ્યા, અને વધતાં વધતાં પહેલા ઍસિસ્ટંટ થયા. ખા. બ. દલાલના વખત કૅાલેજમાં જ જતા, એટલે સ્કૂલની વ્યવસ્થા મેટે ભાગે એમના હાથમાં રહેતી અને સાતમા ધારણમાં પણ એએજ શીખવતા. ઇ. સ. ૧૮૮૯માં મિ. ઊનવાળાને કાગળ ખા. અ. દલાલ ઉપર આવ્યા તે પરથી ભાવનગરની સામળદાસ કાલેજમાં પ્રેફેસર તરીકે એમની નીમણૂક થઈ. રાજ્યના નાકર તરીકે પગાર રૂા. ૨૫૦) થી રૂા. ૩૫૦) ૧૦૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy