________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
બોલતા તે સ્પષ્ટ અને સર્વથી સમજી શકાય એવી રીતે બેલતા. પીટસંન સાહેબ છોકરાઓને ઘેર પણ બોલાવતા, મળતાવડો સ્વભાવ રાખતા, અને સંસ્કૃતમાં જે શિખવવાનું હોય તે શાસ્ત્રીની સાથે રહીને વાંચ્યા પછી ઘણું મધુર ભાષામાં વિદ્યાર્થીઓ આગળ તે મૂક્તા.
એવા ગુરુઓની પાસેથી જ્ઞાન મેળવીને રા. કમળાશંકર ઈ. સ. ૧૮૭૭ના એપ્રિલ માસમાં એફ. ઈ. એ. ની પરીક્ષામાં બીજા વર્ગમાં પસાર થયા, અને એલફિન્સ્ટન કૅલેજના સઘળા વિદ્યાથીઓમાંથી એ પહેલે નંબરે પાસ થયેલા હોવાથી એમને રૂ. ૩૨૫નું પારિતોષિક મળ્યું. ત્યાર પછી,
અર્થશાસ્ત્ર અને ઈતિહાસને અચ્છિક વિષય લઈને એમણે બી. એ. ને અભ્યાસ શરૂ કર્યો, અને તેમાં પણ ઈ. સ. ૧૮૭૮માં બીજા વર્ગમાં એ પસાર થયા. હજી સુધી નહિ મળેલી, પણ હવે આગળના ભારે અભ્યાસને માટે તદ્દન આવશ્યક, દ્રવ્યની મદદ, રા. કમળાશંકરને એમના સુખી વડીલ તરફથી મળી નહિ હોવાથી, એલ એલ. બી. ને એમ. એ. થવાના વિચારો, બુદ્ધિબળ હોવા છતાં, વિચારમાત્રજ રહી ગયા; માત્ર શિષ્યવૃત્તિઓથી હડસેલાતું વિદ્યાર્થિજીવનનું વહાણ સ્વાભાવિક રીતે જ અટકી પડયું. ઉપર વર્ણવ્યું તે પ્રમાણે, વિદ્યાર્થિજીવનનાં દુઃખ વેઠીને, સાદાઈ અને સરળતાને સેવીને, જ્ઞાતિના સમ્સ નિયમોને દઢતાથી વળગી રહીને, સ્વાશ્રય અને સ્નેહનું અવલંબન કરીને, ઉદ્યોગ અને ખંતનું સામર્થ્ય ધરીને એમણે પ્રથમ આશ્રમના ધર્મનું પાલન કર્યું; અને જે કે, આપણું હાલના સમાજમાં એક આશ્રમના ધર્મ તે આપણે મુશ્કેલીથી બજાવી શકતા હોઈએ એટલામાં બીજા આશ્રમના ધર્મનો ભાર પણ આપણું શિર પર આવી પડે છે તેવું એમને પણ થયું હતું. તે પણ હવે એમનું વિદ્યાર્થિજીવન પૂરું થયું અને ગૃહસ્થાશ્રમની અનેક નવી નવી ફીકર ચિન્તાઓ એમના ઉપર આવી પડી.
પણ એમનું વિદ્યાર્થિજીવન પૂરું થયું એટલે હાલમાં અનેક ગ્રેજ્યુએટ કરે છે તેમ એમણે વિદ્યાને વિસારી મૂકી હતી એમ નહોતું. વિદ્યા તે એક દ્રવ્ય મેળવવાના સાધન તરીકે ઉપયોગની છે એવું એમને નહોતું લાગતું, પણ એમને વિદ્યા તરફ સ્વયંભૂ પ્રેમ હતો, અને કોલેજ છેડયા પછી પણ વિદ્યા વધારવા એ હંમેશ ઉત્સુક રહેતા. સંસ્કૃત ભાષા ઉપર તે એમને, મૂળથીજ વિશેષ ભાવ હતો. નહાનપણથી એમણે સંસ્કૃતનો અભ્યાસ સારો.
૧૦૧