SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી રસલ સાહેબને ઉત્તર ભાગના ઇન્સ્પેકટર બનાવ્યા. ગુજરાત પ્રાંતને બદલે ઉત્તરભાગ નામ પાડવામાં આવ્યું હતું. કારણ પાંચ જીલ્લા અમદાવાદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત સાથે કેકણને થાણા જીલ્લો તથા દક્ષિણનો ખાનદેશ છેલ્લે જોડવામાં આવ્યો હતો. મારી મુસાફરીમાં જેમ ઘઘા, ધંધુકા ને ભરૂચ જીલ્લો વધ્યાં હતાં તેમજ સર જમશેદજીની નિશાળે સુરત જીલ્લાની તથા ભરૂચની તથા કે કણ ને તારાપુર વધ્યું હતું. - એ રીતે સન ૧૮૬૧ના સપર્ટોબર લગી કામ ચાલ્યું. ત્યારબાદ ભરૂચ જીલ્લાને ચાર્જ મી. પ્રાગજી વલ્લભભાઈ અમદાવાદ ટ્રેનીંગ કોલેજના આસીટંટને સોંપવાને હુકમ થયે. પણ કેટલીક મુદત લગણ એટલે પ્રાગજી સ્વતંત્રપણે કામ ચલાવવા લાયક થાય ત્યાં લગણ મારા તાબામાં તેમને સેયા હતા તેથી મારે દર વરસે ભરૂચ જીલ્લામાં તપાસ કરવાને જવું પડતું હતું. તા. ૧૪ મી સપર્ટોબર સને ૧૮૬૧ થી મારા પગારમાં રૂ. ૨૫) ને દર ભાસે વધારે થયે.ડીરેકટર સાહેબ તરફથી પુછવામાં આવેલું કે ડેપ્યુટી ઈમ્પકટોના પગારમાં વધારો કરવા સારૂ સરકારે રૂ. ૧૨૫) મંજુર કર્યા છે તે. તમારે કયા ડેપ્યુટીને કેટલો વધારો આપવો છે તેની ભલામણ કરવી. તે પરથી રસલ સાહેબે લખ્યું કે મારા ગુજરાતના ત્રણે ડેપ્યુટી ખાત્રી લાયક કામ કરે છે. આ મુજબ ત્રણેને વાતે સરખા વધારાની ભલામણ થઈ હતી તે સરકારે મંજુર કરી. છ વરસે પચીસને વધારે મળે. સન ૧૮૬રના વરસથી ચોમાસામાં એટલે સપટેમ્બર માસમાં અમદાવાદ બજેટ કરવા સારૂ ઈન્સ્પેકટરની ઓફીસમાં હાજર થવું પડતું હતું તે મુજબ હું પણ ગએલો. સન ૧૮૬૨ ના વરસમાં બીજા કાંઈ જાણવા લાયક બનાવ નથી. ધારા પ્રમાણે નિશાળોની પરીક્ષા-રીપોર્ટ–પત્ર વ્યવહાર વગેરે સિવાય બીજું કાંઈજ કરવું પડયું નથી. સન ૧૮૬૩ના વરસમાં મારે ત્યાં વડીલ પુત્ર મોતીલાલ તથા પુત્રી કમળાગવરીનાં લગ્ન કરવાનાં હતાં તે સંબંધી રજા માગવા રીપેર્ટ કરેલે કે ભર્ચ મારા ડીસ્ટ્રીકટમાં છે ત્યાં રહી વાર્ષિક પત્રકો તથા રીપોર્ટ હું કરીશ. ને મારું લગ્નનું કામ સાચવીશ, તે પરથી કરટીસ સાહેબે ભલામણ કરેલી કે, એક માસની હકની રજા સરકારે આપવી. પણ ડીરેકટર મી. હાવરડ પર
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy