SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ રા, બામેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન સાહેબને વાંચવા આપતા. એ સિવાય અઠવાડીઆમાં ત્રણ વાર સામાન્ય જ્ઞાન વિશેક પાઠ આપવાને અનુક્રમવાર દરેક ડેપ્યુટીને ફરજ પાડતા. ટ્રેનીંગ કોલેજમાં જે મોલ સ્કુલ હતી તેના વિદ્યાર્થિઓના વર્ગ એ કારણરાર બેલાવતા. જે ડેપ્યુટીએ જે ધરણને લાયકને કથિત પાઠ તૈયાર કર્યો હોય તેવા વર્ગના વિદ્યાર્થિઓને બોલાવી બધા ડેપ્યુટીઓની સમક્ષ પાઠ આપતા. પંદર મીનીટનો પાઠ પુરો થયે કે તે વર્ગને રજા આપી બીજા ડેપ્યુટીઓ તે કથિત પાઠના ગુણદોષ દર્શાવતા તથા તે પર તકરાર ચાલતી તેને નિર્ણય હેપ સાહેબ કરતા. સને ૧૮૫૭ના મે માસમાં છ મહીનાની રજા લઈ હોપ સાહેબ વિલાયત ગયેલા ત્યાંથી નવી નિશાળ પદ્ધતિ તથા શિક્ષણ વિશેના નવા ગ્રંથ લઈ આવેલા હતા. તે ધેરણ પરથી તેમણે પોતાનાં ભાષણો તૈયાર કરેલાં હતાં. એ ભાષણોથી ડેપ્યુટીઓને કેટલો ફાયદો થયો તે તપાસવાને સવાલો આપી સૌની લેખીત પરીક્ષા નવેમ્બરમાં લેવામાં આવી હતી. રા. સા. ભોગીલાલભાઈ એ પરીક્ષામાં બેઠા હતા, પણ ભાષણ સાંભળવામાં તે હાજર રહેતા. હોપસાહેબ ઉપલું બધું કામ જાતે કરતા, તે ઉપરની હકીકત પરથી જાણવામાં આવશે. પણ તે કેટલી ત્વરાથી કરતા તેને એક દાખલો બસ છે. તૈયાર કરેલી વાંચનમાળામાંથી કેટલીક ચોપડીઓ લઈ કેળવણીખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર રેવરંડ ગ્લાસગો જે સુરતમાં રહેતા હતા તેમની મંજુરી લેવા સારૂ અમદાવાદથી પાછલે પહોરે પોતે નીકળ્યા ને ભરૂચ બીજે દિવસે સવારે નવ વાગતે આવી પહોંચ્યા. ત્યાંની અંગ્રેજી સ્કુલ તપાસી તરત નીકળ્યા ને સુરત ટ્રેનમાં ગયા, એટલી લાંબી મુસાફરી ચોવીસ કલાકમાં કરી, એ ઉત્સાહ ઘણો અપૂર્વ કહેવાય. વાંચન પાઠમાળા ગોઠવવાનું કામ પૂરું કરી હું તથા મહીપતરામ છુટા પડયા ને પિતા પોતાના ડીસ્ટ્રીકટમાં ગયા(ફેબરવારી સન ૧૮૫૯) સન ૧૮૫૮ ના ફેબરવારી માસમાં મને મારી જગા પર બાહાલ કરવા તથા રાવસાહેબનો ખેતાબ આપવા સરકારમાં હોપ સાહેબે લખાણ કર્યું હતું. તે મંજુરી મારી માસમાં આવતાં મને બહાલ કર્યો ને મારા નામની પૂર્વે રાવસાહેબ ઉપનામ જોડાયું. ત્યાર પહેલાં મને એસ્કવાયરના નામથી લખવાનો સરકારી રીવાજ હતો. ૪૯
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy