SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી -ળો જ ન હતી. વળી કસબા સીવાય બીજા ગામોમાં પણ ગામઠી નિશાળે ન હતી, એટલે પરીક્ષા લેવાનું કામ ઝાઝું નહતું. માત્ર લોકોને ઉપદેશ કરી નવી નિશાળો સ્થાપન કરવાનું ઘણું મુશ્કેલ કામ કરવાનું હતું. ભરૂચ જીલ્લાના ગામડાના રહેવાસીઓ ઘણાજ અજ્ઞાન અને સરકારી માણસથી બીપીતા હતા. ચેરામાં ને મારા તંબુપર એકઠા કરવા માગીએ તો તે પણ ન થાય. તલાટી વર્ગના લોકોને ગામડીઆઓ ઘણુંજ માન આપે છે ને તેના કહ્યા મુજબ ચાલે છે, તેઓ પોતાની ખાઉકી એછી થાય એવા સબબથી ગામડીઆઓને ઉધીજ સલાહ આપતા કે નિશાળોની જરૂર નથી. લોકોને ભાવ અમારા પર છો, અને સરકારી રેવન્યુ ખાતાના અધિકારીઓ જોઈએ તેટલી સહાયતા આપે નહીં તેથી મુસાફરી આકરી પડતી. તેની સાથે સરકારના સરક્યુલર કે મહેતાજીનો અડધો પગાર કંટીજટઘરભાડું લોકેએ આપવાં, તેની કબુલાત કે પાસે લખાવી લેવી તથા પાંચ વર્ષ લગી તે પ્રમાણે વર્તવું; એટલી કબુલાત બસ ન ધારીને બીજી હકીકત એવી ઘાલેલી કે લોકે એ પ્રમાણે ચાલશે એવી બાંહેધરીની ગામના મુખીઓ એટલે પાંચ અગર સાત સદ્ગહસ્થાએ બીજી કબુલત લેવી. એવી રીતે કામ કરી લોકોનાં મન સંપાદન કરવાં તે ઘણું જ અઘરું પડતું. ઉપરી તરફથી નિરંતર ઉઘરાણી જારી કે કેટલી નિશાળો સ્થાપન કરી. એવા કષ્ટમાં મન નિરંતર ચિંતાગ્રસ્ત રહેતું. ઇ. સ. ૧૮૫૬ ના મેમાં ઓફીશીયલ વરસ બદલાયું ત્યાર પહેલાં ઘણી જ થોડી નવી નિશાળો સ્થાપન થઈ શકી હતી. જેવી એજ્યુકેશન ઈન્સ્પેકટરની ઉઘરાણું એ બાબતમાં મારા પર હતી તેવી જ મામલતદારેપર તથા કલેકટર પર પણ જારી હોવાથી તથા પિતાના જાતી શ્રમથી આશરે વીસેક નિશાળે મારા વિભાગમાં નીકળી હતી. મારો મેળાપ મી. હોપ (હાલ સર ટી. સી. હોપ) સાથે ચીખલી મુકામે થવાથી મેં તેમને મારા કષ્ટની વાત જાહેર કરવાથી તેમણે દિલાસો દીધો કે ફિકર ન કરવી, આપણે થોડી મુદતમાં ઘણી નિશાળે સ્થાપન કરી શકીશું. વળી મારા કારકુન જીવણરામ જયાનંદનું કામ અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન જોઈ રાજી થવાથી તેમને પણ તેમણે આશા આપી હતી કે હું તમને ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરની જગા આપીશ. ફેબરવારી સન ૧૮૫૬ ની આખર સુધી ભરૂચ જીલ્લામાં ફર્યા પછી સુરત જીલ્લા તરફ ઉતર્યો ને વરસાદ થતાં લગી સુરત જીલ્લાની નિશાળો તપાસી, તથા કેટલાંક ગામે જલાલપોર, તલંગપર, બગવાડા વગેરે ગામોમાં ૪૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy