________________
ગ્રંથકાર ચરિત્રાવલી
ટંટ માસ્તરો વગેરે સામેલ થયા હતા. હું પણ એ સભામાં સન ૧૮૪૬, ના માર્ચથી સામેલ થયા હતા. તેમાં વારા પ્રમાણે દરેક જણ અંગ્રેજી નિબંધ કોઈ વિષય પર લખે તે વંચાત ને તે પર વાદવિવાદ ચાલતો. એક વેળા. એક મોટો પ્રશ્ન એ સભામાં નીકળ્યું કે સોળમી સદીમાં માણસ જાતને. સૌથી મોટો પરોપકારી પુરૂષ કોણ થશે ? તેમાં બે પક્ષ બંધાયા હતા. એક તરફ નવરોજી ફરદુનજી તથા બીજી તરફ દાદાભાઈ નવરોજી હતા. એક કહે મારટીન લ્યુથર અને બીજો કહે સર ઐસાક ન્યુટન. એ વાદ ઘણી સભાએમાં ચાલ્યો. બાળગંગાધર શાસ્ત્રી પ્રમુખના મરણ પછી એ સભાનું કામ જરા મંદ પડયું હતું, પણ વિલાયતથી આવેલા નવા પ્રોફેસરો મી. પાટન, મી. રીડ, મી. મેકડુગલ એમાં દાખલ થવાથી સભાનું કામ ઘણુંજ સતેજ થયું. પરગજુ પાટનને વિચાર મુજબ એવી સભાઓ દેશી ભાષામાં એટલે મરાઠી તથા ગુજરાતીમાં સ્થાપન કરવાનો નિશ્ચય થયો; અને તે ગુજરાતી તથા મરાઠી જ્ઞાન પ્રસારક સભા એ નામથી ઓળખાવા લાગી. સને ૧૮૪૮ના અકટોબરમાં ગુજરાતી જ્ઞાન પ્રસારક સભા સ્થાપન થઈ, તેના પહેલા અધ્યક્ષ મારા પિતા રણછોડદાસ ગીરધરભાઈ હતા. એ બેઉ સભામાં મરાઠી તથા ગુજરાતી ભાષાઓમાં વિદ્યા વિશે તથા સંસારી રૂઢીઓ વિષે ભાષણો થવા લાગ્યાં, નિબંધ વંચાવા માંડયા ને એક વરસની મુદતમાં તે જ્ઞાન પ્રસારક નામે ચોપાની દરેક સભાના કારભારીઓ કાઢવા લાગ્યા. તેમને સરકાર તરફથી તથા પ્રજા તરફથી સારો આશ્રય મળવા લાગે. વળી એજ સભાઓની મારફતે કન્યાશાળા પારસી તથા દક્ષણ લેકેને સારૂ સ્થાપન થઈ તેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા આસીસ્ટંટ માસ્તરે સવાર-સાંજ છોકરીઓને અભ્યાસ કરાવતા. ગુજરાતી જ્ઞાન પ્રસારક સભાનો તથા ગુજરાતી કન્યાશાળાઓનો લાભ મુખ્યત્વે પારસીઓજ લેતા હતા. તેથી મારા મિત્ર ગંગાદાસ કીશોરદાસે પ્રોફેસર પાટન સાથે મસહલત કરીને ઈ. સ. ૧૮૫૧ ના એપ્રીલ માસમાં બુદ્ધિવર્ધક હિંદુ સભા સ્થાપન કરી અને તેનું વાસ્તુ માયાદેવી પાસે સરકારી બ્રાંચસ્કુલ હતી તેમાં કરવામાં આવ્યું. તેના પ્રમુખ મરહુમરા. બા. પ્રાણલાલ મથુરાદાસ, હું પોતે સેક્રેટરી અને ગંગાદાસ પોતે ખજાનચી થયા. એના કારોબારી મંડળમાં મયારામ શંભુનાથ ને હરીવલ્લભદાસ બાળગોવિંદદાસ. પ્રથમ હતા. એ સભામાં કેટલાંક ભાષણે સ્ત્રી કેળવણી વિશે થવા લાગ્યાં, ને આખરે બુદ્ધિવર્ધક કન્યાશાળા સ્થાપન થઈ, ને થોડી મુદત પછી બુદ્ધિવર્ધક એંગ્લો વર્નાકયુલર સ્કુલ કાઢવામાં આવી.
૩૮