________________
રા. ખા. મેાહનલાલભાઇ રણછેાડદાસ ઝવેરીનું આત્મકથન
.
ભરૂચના ક્રીશ્રીઅન દેવળની સભાળ રાખવા સારૂ આવેલા તેણે એક સ્કુલ કહાડી હતી; તે છેાકરા દીઠ દર માસે એક રૂપીએ શ્રી લઈ અંગ્રેજી અભ્યાસ કરાવતા. કમનશીબે તેને ગુજરાતી કે હીંદુસ્તાની કંઈજ દેશી ભાષા આવડતી નહીં. એટલે વાંચવું લખવું ને શબ્દોની જોડણી સીવાય તે વધારે શીખવી શકતા નહીં. પ્રથમ તેણે કુલ ચુનારવાડામાં કહાડી હતી અને પછી લાલ બજારમાં દાદાભાઈ મુનસફના તબેલા પર કહાડી હતી. શીખવામાં આશરે વીશેક વિદ્યાર્થી હતા. તે વખતમાં મરેની અને મેયરની રીડીંગ મુકેા ચાલતી તેમાંથી છવીશવ ને તેની જોડણી (બારાખડી) શીખ્યા પછી એક પદના, એ પદના, ત્રણ પદના એવા સાત પદ લગીના શબ્દો ચાલતા એટલે તે વાંચવાને જોડણી કરતાં શીખવા અને તેની સાથે પચકના વાક્યો જે પદ્દાને લગતા શબ્દોનાં બનાવેલાં હોય તે વાંચતાં શીખવતા; તરન્નુમાનું તે ધણું અંધેર જેવું હતું, પણ ઉપલા વર્ગના છોકરા નીચલા વર્ગાવાળાને શબ્દો તથા વાક્યેાના અર્થ શીખવતા. અક્ષર સુધારવા પછવાડે ઘણા શ્રમ લેવામાં આવતા. કાપી બુકો સારે અક્ષરે લખાતી ને જે સારા અક્ષર લખે તેનાં વખાણ થતાં. જેમ આજ પુછવામાં આવે છે કે કઈ બુક શીખા છે તેમ તે દીવસમાં અંગ્રેજી ભણનારને પુછાતું કે કઈ વયડી શીખા છે. પહેલી, ખીજી, કે ત્રીજી વગેરે–સાતમી વયડી શીખતા હાય તો શ્રેષ્ટ ગણાય—વયડી એટલે સીલેબલ (પદ): સાત પદના શબ્દ તે સાતમી વયડી કહેવાય.
મારા ગુજરાતી અભ્યાસ પુરેા થયા હતા તાપણ મારા મહેતાજીએ મારૂં નામ રજીસ્ટરમાં રાખ્યું હતું એટલે મારે નિશાળમાં હાજરી પુરવી પડતી. સવારે અંગ્રેજી સ્કુલ, દશ વાગ્યા પછી સરકારી ગુજરાતી નિશાળ, તે ચાર વાગતા લગી, પછી સ્વામીની પાસે પાઠ શીખવા જવાનું તે સંધ્યાકાળ લગી, ત્યારબાદ મિત્રમડળ સાથે રેવાજી પર ગમત કરવાનું, એવી રીતને ક્રમ સુરત અભ્યાસ કરવા ગયે ત્યાં લગણ ચાલ્યા.
વાર્ષીક પરીક્ષામાં એકે વરસ ઈનામ લીધા વગર મારે ચાલતું નહીં. મારી પાસે નિશાળામાં ચાલતી ચેાપડીએ તા હતીજ. સબબ મને રોકડા રૂપીઆ કે અંગ્રેજી ચેપડી ઇનામમાં મળતી. સન ૧૮૪૧ના વરસમાં છેલ્લું ઈનામ મને ભરૂચના કલેકટર સાહેબ તરફથી ડેવીસકૃત ઇંગ્લેંડના તિહાસ અંગ્રેજી (ગુજરાતી તરજુમા સાથે) રૂ. ૫)ની કીમતના તથા રૂ. ૫) રાકડા
મળ્યા હતા.
૫
૩૩