SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રણછોડદાસ ગીરધરભાઇનું જન્મચરિત્ર સને ૧૮૭૩માં ઓગષ્ટ માસની તા. ૨૩મીએ સહેજ મંદવાડ ભોગવી એ મરણ પામ્યા. છ દિવસ પથારીમાં પડી રહેલા એટલે ગોકળ આઠમને દિવસે આજારી પડયા ને ભાદરવા સુદ ૧ ને રોજ અંતકાળ આવ્યો ત્યાં સુધી સારી સાવચેતીમાં હતા. અમર આત્માએ એમના દેહને ત્યાગ રાત્રીએ એકાદ વાગતાને સુમારે કર્યો, તેના બાર કલાક અગાઉ સાવધપણું સારું હતું. તે વખતે પોતાના પુત્રોને કહ્યું કે મારું મરણ સાચવજે એટલે કહેવાનો ભાવાર્થ એ કે, લોકરૂઢિ પ્રમાણે મરણકાળે ઝટપટ નવડાવી ભોંય ચોક કરી સુવાડે છે તેમ મને ન થાય, પણ સ્વસ્થ ચિત્તે મને મારા બીછાના પર રહેવા દેજે. લોકવ્યવહાર પ્રમાણે અંતકાળનું પુન્યદાન સ્વસ્થતાથી શુદ્ધિમાં જ કરેલું. એ પુરૂષ શરીરે આરોગ્ય મરતાં સુધી રહ્યા. એવું એ જાતે કહેતા કે પચાસ વરસની ઉંમર લગી મારે કોઈ વાર પણ જુલાબની દવા પીવી પડી નથી. એ ફળ મિતાહાર કરવાથી તથા પ્રત્યેક દિવસે સવારસાંજ વ્યાયામ લેવાથી તથા નિયમિતકાળે ખાવા પીવા તથા સુવાની ક્રિયા સાચવવાથી મળે છે, તેમજ એમને પણ થએલું. એમની દીનચર્યા તથા રાત્રીચર્યા ઘણીજ યોગ્ય અને નીયમિત હતી. સવારમાં પાંચ છ વાગે ઉઠવાનો સમય તે પ્રમાણે ઉઠીને દંતધાવન કરી બહાર નીકળવું, રતન તળાવને કાંઠે નારણલાલ બાવાના મઠમાં નિયમિત જતા. એ મઠને એમનોજ આશ્રય હતે. તે મેદાનની જગામાં અગર મઠમાં જઈ ત્યાં પિતાનાં ધોતી વગેરે સ્વહસ્તે કુવામાંથી પાણી કાહાડી ધોવાં પછી શીતળ જળે સ્નાન કરી આઠને સુમારે ઘેર આવી ચાહ પીધા પછી દેવ સેવા પિતાને હાથે કરતા. લાયબ્રેરીમાં જવું, ત્યાં પુસ્તકો વર્તમાનપત્રો વગેરે વાંચવાં ને બારને સુમારે ઘેર આવી ભોજન કરી બે કલાક આરામ લઈ વાંચવા લખવા વગેરેનું કામ હોય તે કરવું, ને સાંજે પાંચ છ વાગે પાછું ફરવા નીકળવું. તે માઈલ દોઢ બેની મુસાફરી કરી ઘેર આઠ નવ વાગે આવી નવ ને દશની વચ્ચે વાળુ કરી, ધર્મ સંબંધી અગર બીજો કોઈ વિષયનાં પુસ્તક વાંચી અગિઆર બારને સુમારે શયન કરવું. એ પ્રમાણે પિતાની તંદુરસ્તી સાચવતા. કદે ઉંચા, શરીરે પ્રચંડ, મુખારવિંદ ભળકતું, આંખના ડોળા ચકચકીત, પણ જરા મોટા, અજાણ્યા માણસને ભયંકર લાગે પણ વસ્તુતઃ તેમ નહીં, કેમકે સ્વભાવ ઘણે દયાળુ હતે. પિશાક સાદો પણ સ્વચ્છ પહેરતા હતા.
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy