SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી તે ટાંગતા ને તેમાંથી શીખવતા. એ રીતે કેળવણી આપવાનું કામ તે વખતના ઈગ્લાંડમાં ચાલતા લાક્યાસ્ટ્રીઅન ધોરણને અનુસરીને ગુજરાતમાં ચાલતું. વર્ણમાળાના અક્ષરે ઘણું સારા ગણાય છે. હજુ પણ તેને જોડે મળી શકતું નથી. એ સિવાય લિપિધારા–બોધવચન-ડાડસ્લીની વાતોઈસપનીતિની સ્થાઓ, બાળમિત્ર–પંચે પાખ્યાન–ભૂગોળ-ખગોળ, વિદ્યાના ઉદ્દેશ લાભ ને સંતોષ વગેરે પુસ્તક વાંચન કામને સારૂ, તથા ગણિતને સારૂ પૂર્ણક, અપૂર્ણાંક (હનકૃત) તથા શિક્ષા માળા ભાગ-૧ અને ૨, કર્તવ્ય ભૂમિતિ વગેરે. એ બધાં શાળા-પુસ્તકમંડળી તરફથી તૈયાર થતાં હતાં તેમાં રણછોડદાસની મદદ લેવામાં આવી. પણ દક્ષિણ તથા ગુજરાતમા દેશી નિશાળ સ્થાપન કરવાનું સરકારે વધારે અગત્યનું જાણી તેને સારૂ મહેતાજીઓ થવાને યોગ્ય માણસે શોધી કાઢવાનું તથા તેમને જણાવી તૈયાર કરવાનું કામ રણછોડદાસને માથે પડયું. તેથી થોડી મુદતમાં મુંબઈથી તેમને પાછા ગુજરાતની મુસાફરીએ મોકલ્યા. અમદાવાદ, સુરત વગેરે ઠેકાણે ફરીને તથા મુંબઈમાંથીજ કેટલાક માણસે શોધી કહાડયા. પ્રથમ સુરત ભરૂચ ને અમદાવાદને સારૂ છ માણસે તૈયાર થયા. તેમની સાથે જઈ તે શહેરમાં નિશાળે આરંભ કર્યો. સરકારી નિશાળો સ્થાપન કરવી ને તેમાં ભણનારા આવે એવી રીતે કામ કરવું એ તે વખતમાં આજના જેવું સહેલું નહોતું. ગામડી મહેતાએનું જોર, ભણતરનો પ્રકાર ચાલુ રિવાજથી જુદો, લોકને ડર કે સરકાર અમારા છોકરાને ભણાવીને લશ્કરમાં રાખશે કે વટલાવશે વગેરે અનેક વિને હતાં. તે ખસેડી નિશાળે આબાદ કરવી એ સહેલું કામ નહતું. માટે તે કારણથી રણછોડદાસને એ શહેરમાં કાંઈક મુદત ગાળવી પડેલી. સારા સારા લોકોને સમજાવી તેમના છોકરા નિશાળમાં દાખલ કરાવ્યા. એવી રીતે કામ કર્યા પછી પાછા મુંબઈ જઈ બીજા મહેતાજીએ તૈયાર કરી કસ્બાઓમાં નિશાળે કહડાવી. જેવા કે એરપાડ–કાલીઆવાડી-વલસાડબગવાડી–અંકલેશ્વર-જંબુસર–આમોદ-નડીઆદ વગેરે મોટા કસ્બાઓમાં નિશાળે સ્થાપના થઈ. ગુજરાતમાં આશરે વીસેક નિશાળો થઈ ત્યારે સરકારે રણછોડદાસને ગુજરાતની નિશાળના ઈન્સ્પેક્ટર એવો એહો આપી રૂ. ૮૦) ને દર માસે પગાર કરી ગુજરાત ખાતે મોકલ્યા. નિશાળો આબાદ હાલતમાં આવતાં ઘણી મુદત ગઈ. ૧૬
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy