SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવલી આવે છે. દાદુપંથીબાવા અમૃતરામજી તથા રિદ્ધિરામજીને સમાગમ એ મુદતમાં થવાથી હીંદુસ્તાની ભાષાનાં પુસ્તક વાંચવા સમજવાને સારો મહાવરો કરવામાં આવ્યા હતા. એવા સતસમાગમને લીધે બાળબોધ લખાણું સારું ને શુદ્ધ પ્રાપ્ત થયું એટલું જ નહીં પણ હીંદુધર્માની કેટલીક અયોગ્ય રૂઢીઓ પરથી પણ તેમને તિરસ્કાર આવવા લાગ્યો. એ બાવા અમૃતરામજીને એમના પર ઘણો પ્યાર હતો. કારણ કે સુંદરદાસજીની વાણી એઓ ઘણી સારી રીતે વાંચી સમજતા હતા. એ બાવાએ પતીકા અંતકાળ સમયે એમના મુખારવિંદથી વાણી શ્રવણ કરતાં કરતાં તેમાં તલ્લીન થઈ પોતીકે દેહ છોડ હતો. એમની એકવીશ બાવીશ વરસની ઉંમર થઈ તે વેળા બ્રિટિશ સરકારને ઉત્તર હિંદુસ્તાનમાં લડાઈઓ ચાલતી હતી. તેથી તે પખાનું વગેરે ગેરું લશ્કર ભરૂચમાં રહેતું હતું. ને તેથી કેટલાક અંગ્રેજોને પણ ભરૂચમાં રાખવાની જરૂર પડતી. સરકારી ક્રીશ્રીઅન દેવળ હતું તેના રક્ષણ સારૂ એક અંગરેજ મિ. ટક્કર નામે રહેતે હતો. અસલ તે લશ્કરમાં હતું પણ લડાઈના કામ સારૂ નિર્બળ પડવાથી સરકારે તેને ભરૂચમાં રાખેલો હતો. તે માસીક પગાર લઈ કઈ અંગરેજી ભણવા ચાહે તે તેને શીખવતો. રણછોડદાસને અંગરેજી ભણવાની મરજી થવાથી એમના પિતાએ માસ્તર ટક્કરને સેપ્યા ને માસીક લવાજમ આપવા કબુલ કર્યું. અંગરેજી ભણવનારને ગુજરાતી કે હીંદુસ્તાની કંઇજ આવડતું નહોતું, તોપણ માથાકુટ કરતાં અંગરેજીને છેડે અભ્યાસ ચાલ્યો. વાંચતાં આવડ્યું, લખતાં આવડયું, પણ તરજુમાની બહુ હરકત પડતી. શિક્ષકને શિષ્ય બેઉ ચાલાક તેથી તે અઘરું કામ પણ કેટલેક દરજે પાર પડયું. મીસ્તર ટકર પોતાના “વિદ્યાર્થી પર ઘણી મમતા રાખો. તેમાં વિશેષે કરી રણછોડદાસ ઉપર અંગરેજના હાથ તળે શીખવાથી અંગરેજી બોલવાનો મહાવરે એમને ઠીક થયે, એક વખત મુંબઈના લાડ બીષ૫ કાર સાહેબ ભરૂચમાં દેવળની તપાસણી કરવા આવેલા. તે વખતે મીસ્તર ટક્કરે પિતાની કને અંગ્રેજી ભણનાર શિષ્યની પરીક્ષા લેવા બીજ૫ સાહેબને વિનંતી કરી. તે પરથી તપાસતાં તેમની નજરમાં રણછોડદાસની ચાલાકી સારી આવી. તેમણે પુછયું કે તમે મુંબઈ આવશો તે સારી નોકરી હું તમને અપાવીશ. તેમણે પિતાના ૧૪
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy