SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૪ બે શબ્દો વચ્ચે છુટી જગ્યા પૂરવાનાં સાધનોને “ઈસ’ કહે છે; અને બે લીટીઓને છુટી કરવા માટે વપરાતા સાધનને “લેડ' કહે છે. આ સ્પેઈસ અને લેડની જાડાઈ તથા પહોળાઈનાં માપ માટે પરિમાણ તે ઉપર જાણી ગયા તે “પોઈન્ટ”નું જ ટાઈપનું માપ જેમ ઊંચાઈથી કરે, તેમ સ્પેઇસનું માપ તેની જાડાઈથી. પાતળામાં પાતળા સ્પેઈસ બે પોઈન્ટના અને જાડામાં જાડો ૧૨ પોઈન્ટને હોય છે. વળી પહોળાઈમાં ૧૨ પોઇન્ટ એ ટાઈપ–લીટીની લંબાઈ માપવાનું પણ એક પરિમાણ છે. તેને “એમ કહે છે. ૧૨ પોઇન્ટને એક “એમ”; અને છે એમને એક ઈચ; એ બે પરિમાણો સિવાય લાંબું કોષ્ટક એમાં નથી. - છાપખાનદારો અને કારીગરો આ “એમના વિભાગોના નામથી પેસ તથા લેડને ઓળખે છે. બે પોઈન્ટ એ એક “એમનો છઠ્ઠો ભાગ એટલે તેવા સ્પેઇસને તેઓ “છવાળા પેઈસ કહે છે; એટલેકે એક એમમાં જે છ સમાય તે પેઈસ. આ રીતે ત્રણ પોઈન્ટ પહોળા પેઈસને ચારવાળા, ચાર પોઈન્ટ પહોળા પેઈસને ત્રણવાળા અને છ પોઈન્ટ પેઈસને અરધે એમ કહે છે. આ જ રીતે ૧ પિઈટ જાડા લેડને બારવાળા, ૧૩ પોઈન્ટ જાડા લેડને આઠવાળા; બે પાઈન્ટના લેડને છવાળા, એમ ઓળખે છે. લેડ પાતળામાં પાતળા ૧ પોઈન્ટનો અને જાડામાં જાડ ત્રણ પાઈને આવે છે. જેને loose compose કહે છે તેવું, વચ્ચે કોરી જગ્યાની નદીઓ વહેતી હોય એવું ઢીલું વેરવિખેર ટાઈપકપેઝ રૂપદાષ્ટએ દૂષિત ગણાય છે. આજે સામાન્ય નિયમ એ ગણાય છે કે શબ્દ વચ્ચે ત્રણવાળા અને અરધા “એમ”ના સ્પેસ વપરાય, અને એક વાક્ય પૂરું થયા પછી એક એમ જગ્યા કરી મૂકીને નવું શરૂ થાય. આ નિયમોની સાથે કૅમ્પોઝિટરે પિતાની સગવડ ખાતર થોડી છૂટ લે એટલે પછી પૃષ્ટ વચ્ચે કેરી જગ્યાના ધોધ વહે એમાં નવાઈ નહિ. પશ્ચિમના ગ્રંથવિધાયકે આદર્શ રચનામાં તો ઓછામાં ઓછી બે પોઈન્ટની અને વધારેમાં વધારે ચાર પાઈની સ્પેસ જ વાપરવાના મતના છે. પેરેગ્રાફ બહુબહુ તે એક “એમને; બે પેરેગ્રાફ વચ્ચે વધારાનો લેડ નહિ; અને લીટીઓ વચ્ચેના લેડ પણ પાતળામાં પાતળા–દોઢ કે બે પેઈન્ટના, આપણે ત્યાં તે આટલા બારીક પેસિંગનાં સાધન પણ કોઈ વિરલ છાપખાનામાં હશે. તાત્પર્ય એ કે પૃષ્ઠને દેખાવ સુખચિત લાગે એ મુદ્દો નજર આગળ રાખી એ પ્રકારની રચનાને તથા પેઈસ એકસરખી, એકધારી રાખવાને આગ્રહ ધરાવો. ;
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy