SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. વિદ્વત્તા તથા અથાગ શ્રમના પરિણામરૂપે સંસ્કૃત મુદ્રારાક્ષસ તેમણે ૧૯૦૦ ની સાલમાં બહાર પાડયું. તેમના આ પુસ્તકની જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન કાખી અને હિલ્ડાબ્રાન્ટ ખૂબ પ્રશંસા કરી હતી અને ત્યારથી તેમના સાથે પત્રવ્યવહારના સંબંધ ચાલુ થયા. સન ૧૯૦૨ માં અમદાવાદ હાઇસ્કુલના ક્સ્ડ અસિસ્ટંટ ટીચર' તરીકે તેઓ કચ્છથી પાછા આવ્યા, અને તેજ હાઈસ્કુલમાં અપ્રિલ મહિનામાં અકિંટગ હેડમાસ્તર' તરીકે નીમાયા. ત્યાંથી મે માસમાં ભરૂચમાં અકિટીંગ હેડમાસ્તર તરીકે ગયા. ૧૯૦૩ ના નવેમ્બર મહિનામાં તેઓ ખેડા જીલ્લામાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે નીમાયા, અને તે જગા ઉપર તેમણે આઠ મહિના સુધી કામ કર્યું. ૧૯૦૨ થી એમ. એ., પરીક્ષાના ક્રમમાં ગુજરાતી ભાષા દાખલ થઈ ને તે માટે સ્વ. ગેાવનરામ તથા કેશવલાલ એએ પરીક્ષકા નીમાયા. હજી પણ કેશવલાલભાઇ એમ. એ., માં ગુજરાતીના પરીક્ષક તરીકે નીમાય છે. ૧૯૦૪ માં તે નડિયાદ હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે નિમાઇ આવ્યા તેથી ગેાવનરામના સૌંસમાં વધારે ને વધારે આવવા લાગ્યા, અને તેને પરિણામે તેઓ બંને વચ્ચેના સંબંધ વધારે તે વધારે નિકટ બનતા ગયા. ૧૯૦૫ માં અમદાવાદમાં ભરાયેલી પ્રથમ સાહિત્ય પરિષદ વખતે તેમણે વાગ્યાપાર” ઉપર લેખ વાંચ્યા હતા, અને તે છૂટા છપાયેા છે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા' સમક્ષ ત્યાર પછી તેમણે “પ્રેમાનંદ’ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. ૧૯૦૭ ના સપ્ટેમ્બરમાં મુંબાઈમાં સાહિત્ય પરિષદની બીજી બેઠક થઇ હતી, અને તે સમયે પ્રમુખસ્થાને કેશવલાલ વિરાજ્યા હતા. તેમનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ વખણાયું હતું. એ ઉપરાંત પદ્યરચના સબંધી લેખ પણ તેમણે લખ્યા હતા, જે બુદ્ધિપ્રકાશ' માં છપાયા હતા. સન ૧૯૦૮ ની શરૂઆતમાં તેમની બદલી અમદાવાદ હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે થયલી અને ત્યાંથીજ હેડમાસ્તરના હોદ્દા પરથી સન ૧૯૧૫ માં નિવૃત્ત થયલા; અને એમના સેવાકાર્યની કદર કરી પાછળથી સરકારે તેમને રાવબહાદુરના ક્ષ્ામ ખલ્યે! હતા. ૩૧
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy