SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. હતી. અન્તે ૧૮૮૨ ની સાલમાં તેએ બી. એ; ની પરીક્ષામાં બીજા વર્ગોમાં પાસ થયા, અને એક દૃષ્ટિએ જોતાં તેમનું વિદ્યાર્થીજીવન પૂરૂં થયું. ૧૮૮૨ ની સાલમાં ડા. ભાંડારકરના પ્રમાણપત્રને લીધે તેએ અમદાવાદની ‘મેલ ટ્રેનિંગ કોલેજ’માં સંસ્કૃતના શિક્ષક તરીકે નીમાયા. તે વખતે રા. સા. મહીપતરામ ટ્રેનિંગ કાલેજના પ્રિન્સિપાલ હતા. આ સમયમાં ગુજરાતીમાં પ્રાચીન કાવ્યમાળા તથા સંસ્કૃતમાં કાવ્યમાળા બહાર પડવા માંડી, અને તે બંનેને કેશવલાલ ધ્યાનપૂર્વક અભ્યાસ “મુગ્ધાવમેધ ઔકિતક” નામનું સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક તેમના ભાઇ હરિલાલે પ્રકટ કર્યું હતું તેના ઉપર સમાલેાચના લખી કેશવલાલે પ્રકટ કરી. કરતા. વળી ટ્રેનિંગ કાલેજમાં હતા ત્યારે મીનું “ કેમ્પેરેટિવ ગ્રામર આવ્ ધિ માડન આય ન લેંગ્વેજિસ્ આવ્ ઇન્ડિઆ” એ નામનું અંગ્રેજી પુસ્તક તેમની પાસે આવ્યું, અને તેથી શબ્દશાસ્ત્ર અથવા ભાષાશાસ્ત્ર (Philology) પ્રતિ તેમનું લક્ષ વિશેષ ખેંચાયું, તેમજ તેને લીધે તુલનાત્મક પદ્ધતિથી (comparative method) અભ્યાસ કરવાના સંસ્કાર તેમનામાં દૃઢ થયા. આ ઉપરાંત ‘ઈંડિઅન ઍન્ટિકવરી’' નામના અંગ્રેજી માસિકમાં “ધી એજ એક્ વિશેાખદત્ત,” અર્થાત “મુદ્રા રાક્ષસના કર્તો વિશાખદત્તને સમય” એ વિષય ઉપર અંગ્રેજી લેખ પ્રકટ કર્યાં હતા. આ બધું સને ૧૮૮૨ થી ૧૮૮૭ સુધીમાં થયું હતું. આ પાંચ વર્ષના સમય તેમણે ટ્રેનિંગ કાલેજમાં સંસ્કૃત તથા ગુજરાતીના શિક્ષક તરીકે ગાળ્યા હતા. ' સન ૧૮૮૭ માં કેશવલાલ ટુંકા વખતને માટે ભુજની આલ્ફ્રેડ હાઇસ્કુલના હેડમાસ્તર તરીકે કચ્છમાં ગયા, અને ત્યાંથી ૧૮૮૮ ના જુલાઇમાં અમદાવાદની ટ્રેનિંગ ફૅાલેજમાં પેાતાની મૂળની જગ્યાએ પાછા આવ્યા. પરંતુ જે અલ્પ સમય તેઓ કચ્છમાં પહેલી વાર રહ્યા તે સમય તેમણે નકામે ગાળ્યા ન હતા. હેડમાસ્તર તરીકેનાં પેાતાનાં કત્તબ્યા ઉપરાંત પેાતાના અભ્યાસ તે! તેમણે જારીજ રાખ્યા હતા. એક તે તેમણે ‘જૂની ગુજરાતીના નમુના” પ્રકટ કર્યાં, તે નમુનાનેા હેતુ એવા હતા કે કવિ દલપતરામે તથા રા.ખા.હરગોવિન્દદાસ કાંટાવાળાએ જે એમ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા હાલમાં છે એવીને એવીજ પહેલાં હતી, અને તેમાં કાંઇ ફેરફાર થયા નથી” તે વાત ખરી નથી એમ દાખલા આપીને સિદ્ધ કરવું. નમુના તરીકે ૧૫૦૭ ૨૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy