________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
પ્રત્યક્ષ પંચાંગનું પુસ્તક નક્ષત્રની વાસ્તવિક ગતિ પરથી આપણું પંચાંગ તૈયાર કરવાને અને ચાલુ પંચાંગમાં તે પ્રમાણે સુધારો અને ફેરફાર કરવાનો આગ્રહ કરે છે, તે વાજબી છે. તેમજ હુન્નર ઉદ્યોગમાં ફેટોગ્રાફી અને શિવણકામ અને સ્ત્રીને
શણગાર એ પુસ્તકે તે વિષયોમાં પ્રવેશ કરનારને હુન્નર ઉદ્યોગ કળા મદદગાર થશે. આપણું જુનું દેશીનામું ઘસાતું જાય વગેરે છે; અને નવી બુક-કિપિંગ-પાશ્ચાત્ય ધોરણે ચેપડા
લખવાની રીતિ–નો ઉપયોગ વિશેષ થત–વધતું જાય છે, તેનું જ્ઞાન મેળવવામાં રા. દુર્ગાશંકર યાજ્ઞિકકૃત વ્યાપાર વિજ્ઞાન અને દેશીનામું પ્રમાણભૂત હોઈ તે એક પાઠય પુસ્તકની ગરજ સારશે.
આ સિવાય મેતીનાં તોરણ, ઘરને શણગારવામાં સહાયભૂત થશે અને વાયોલિન શિક્ષક તથા સંગીત શિક્ષણ સુત્રાવલી, સંગીતનો પરિચય કરાવશે. રા. ડુંગરશી ધરમશી જે કોઈ પ્રશ્ન હાથ ધરે છે, તેમાં છેક ઉંડા ઉતરે છે અને તે વિષયને સારી રીતે છણ, તેને નિષ્કર્ષ કાઢી આપે છે; અને એમના અન્ય લેખોની પેઠે એમણે લખેલે ભાટીઆ વહાણવટાનો જુને ઇતિહાસ કેટલીક જાણવા જેવી માહિતી નેધે છે; તેમ જુગતરામ દવેકૃત રાનીપરજમાં રેંટીઓ, નવી ખાદીની હિલચાલ ગરીબોને આર્થિક મદદ મેળવવામાં કેવી રીતે ઉપયોગી થઈ પડે તેને અને ખ્યાલ આપે છે.
આપણે અહિં વિજ્ઞાનનો અભ્યાસ તેમ સંશાધન નહિ જેવું છે એમ કહી શકાય. જે કાંઈ અભ્યાસ થતો હશે તે અંગ્રેજીમાં અને તે કોલેજપાઠશાળામાં; પણ તેને-વિજ્ઞાનના લખાણને ગુજરાતીમાં ઉતારવામાં પારિભાષિક શબ્દોની મોટી મુશ્કેલી નડે છે અને બીજું એ વિષયને લોકપ્રિય કરવામાં સામાન્ય જનતાનું વિજ્ઞાનનું જ્ઞાન એટલું બધું ઓછું અને તેની એ જ્ઞાનભૂમિકા એટલી નીચી હોય છે કે અન્ય દેશોમાં કેટલાક સિદ્ધાંતો અને માહિતી જનસમૂહને પરિચિત છે એમ સ્વીકારી લેવામાં આવે છે પણ તે ધોરણ આપણા દેશ માટે બસ થતું નથી. છેક સામાન્ય અને જાણતી હકીકતથી તેની શરૂઆત કરવાની હોય છે.
વળી એ વિષય પર લોકોપયોગી વ્યાખ્યાનમાળા ગોઠવવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ અંતરાયરૂપ થઈ પડે છે; જેવી કે, તેના માટે યોગ્ય સ્થાનની, જરૂરી સાધનોની, ચિત્રોની, પ્રવેગ કરવાની અનુકૂળતાની અડચણે હોય છે, જેથી કંટાળીને તે કામ અધવચ મૂકી દેવું પડે છે.
૨૧