________________
પરિશિષ્ટ
સ્પષ્ટ અક્ષરે, છુટી લીટીમાં, એકધારું અને કાગળની એક જ બાજુ લખેલું હોવું જોઈએ. કેટલાકને પિતાનાં લખાણ પુસ્તકના આકારમાં બાંધેલી નોટમાં કાગળની બંને બાજુએ લખવાની ટેવ હોય છે. પોતાની અંગત સંગ્રહપ્રતને માટે એ ચાલે, પણ છાપખાનામાં આપવા માટે તે છુટા છુટા કાગળ ઉપર અને એક જ બાજુએ લખેલી પ્રત તૈયાર કરવી જોઈએ; કેમકે ત્યાં કાંઈ એક જ બીબાં ગોઠવનારને આખું પુસ્તક કેપેઝ માટે આપવામાં નથી આવતું, પણ ઝડપી નિકાલ માટે જુદા જુદા કારીગરોને આખું કામ વહેંચી નાખવું પડે છે. એટલે તમે છુટાં પાનાંની પ્રતને બદલે આખી બાંધેલી નોટ આપી હોય તે તેને ફાડીને પાનાં છુટાં કરી લેવાં પડે છે. લખાણ એક જ બાજુએ એટલા માટે હેવું જોઈએ કે તેથી સુઘડતા જળવાય છે, અને બીબાં ગોઠવનારને એમાં સુગમતા પડતી હોવાથી કામ સ્વચ્છ અને ઝડપી થાય છે. એકબીજાની પાછળ લખેલાં લખાણ ઘણીવાર આરપાર ઊઠી આવે છે, ચેમાસા જેવી ઋતુમાં તો પાછળ ફૂટી નીકળે છે અને પરિણામે હાથ-પ્રત અસ્પષ્ટ અને ગંદી બની જાય છે.
બીજે મુદ્દે તે જોડણી અને લેખન-ચિહ્નોને. આપણે ત્યાં કેળવાએલા વર્ગમાં પણ જોડણીની અનિશ્ચિતતા અને અરાજકતા પ્રવર્તે છે ત્યાં છાપખાનાના અધકચરું ભણેલા કારીગરો પાસેથી તે બાબતની ચોકસાઈની આશા કેવળ વ્યર્થ છે. તેઓ તે સંચાની પેઠે નિર્જીવપણે તમારી હાથ-પ્રત પ્રમાણે જ બીબાં ગોઠવ્યે જાય છે. વિલાયતનાં છાપખાનાંઓમાં તો રૂફરીડર અને કારીગરે, લખાણમાં અજાણે રહી ગએલી જોડણીની કે એવી ગલતીએ આપમેળે સુધારી લે છે, એટલું જ નહિ પણ ત્યાંના રૂફરીડર તે વાયરચનાઓ, વ્યાકરણના નિયમો, શબ્દોના હળવાભારે પ્રયોગે, તેમની અર્થછાયાઓ વગેરેના પણ ઠીક નિષ્ણાત હોય છે, એટલે ત્યાં એ બાબતની ચિંતા લેખક બહુ ન કરે તો પણ ચાલે એવું હોય છે; છતાં ત્યાં પણ હાથપ્રત તે સંપૂર્ણ શુદ્ધ તૈયાર કરીને પહેલેથી જ આપવાની પદ્ધતિ છે. એને મુકાબલે આપણે ત્યાં તો એ બાબતમાં અત્યંત કાળજીની જરૂર દેખીતી છે.
પિતાની જ વિશિષ્ટ જોડણું રાખવાને જેમને આગ્રહ હોય તેમણે તે અવશ્ય તે મુજબ જ લખાણની હાથ-પ્રત તૈયાર કરવી, અને છાપખાનાવાળાને પણ તેમાં કશા સુધારાવધારા કર્યા વિના તેને ચુસ્તપણે વળગી રહેવાની પહેલેથી સૂચના આપવી. બીજાઓએ, પોતાને માન્ય હોય તેવા કોઈ પણ
૨૧૨