________________
મહમદ સાદીકા
મહમદ સાદીક
એ ઈરાક [ મેસોપોટેમીયા ] માં કરબલાના વતની અને જાતે આરબ છે. એમને જન્મ કરબલામાં ઈ. સ. ૧૯૦૧ માં થયો હતો. એમના પિતાનું નામ શેખ અહમદ સુલતાન સાહેબ અને માતાનું નામ મરિયમ બેગમ છે. એઓએ થોડેઘણે ગુજરાતી તેમ અંગ્રેજી અભ્યાસ મુંબાઈમાં કર્યો છે. તેઓ સન ૧૯૧૦ માં હિન્દુસ્તાનમાં આવે તે પહેલા ઇરાકથી ઈરાનની મુસાફરી કરી હતી. તે વખતે રેલ્વેનું સાધન નહિ, એટલે ઉંટ, ખચ્ચર, ઘેડા પર મુસાફરી કરવી પડી હતી. ત્યારે એમની ઉંમર આશરે આઠ વર્ષની હતી. હિંદમાં તેઓ પોતાના માતપિતા સાથે મુસાફર તરીકે આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પોતાના વતને પાછા ફરવા માંગતા હતા ત્યારે તેમના દેશના તુર્કી રાજા અને યુરોપિયન રાજ્યો વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી તેઓ હિંદમાંથી પાછા જઈ શક્યા નહોતા. અને તે પછી તરતજ મહા યુદ્ધ થવાથી હિંદમાં જ રહેવું પડ્યું હતું, એ મુદ્દત દરમીયાન તેઓએ ગુજરાતી અભ્યાસ કર્યો હતો.
એમની મૂળ ભાષા ફારસી છે અને મુંબઈમાં રહ્યા પછી ઉર્દૂ ઝબાન પર સાધારણ કાબુ મેળવ્યો; અને ગુજરાતી પુસ્તકો વાંચવાને એમને ખૂબજ શેખ હોવાથી તેમણે પિતાના વાંચન શેખથી ગુજરાતી ભાષા પણ શીખી લીધી. એમણે પ્રથમ લેખ સન ૧૯૧૫ માં લખ્યો હતો.
એમના અભ્યાસને પ્રિય વિષય ઈતિહાસ છે. લેખનવાચન તરફ અભિરુચિ થવાથી એક પત્રકારનું જીવન એમને વિશેષ રૂપ્યું; હિંદુસ્થાનમુંબઈ સમાચાર–સાંજ વર્તમાન અને ભારત પત્રના રીપોર્ટર તરીકે અને તે પછી એ પત્ર લેખક તરીકે કામ કરવા માંડયું. સન ૧૯૨૧ થી તેઓ હિદની રાજકીય લડતમાં જોડાયા છે અને આજ ઘડી સુધી તેઓ કેગ્રેસ પક્ષમાં રહ્યા છે. અને હમણાં સત્યાગ્રહની લડતમાં જોડાતાં તેમાં તેમને એક માસની સજા થયેલી; તે ભોગવી તાજાજ તેઓ જેલમાંથી છૂટા થયા છે. ૧૯૨૪ માં તેમણે શ્રી શયદા સાથે મળીને “બે ઘડી મોજ ” નામનું સાપ્તાહિક પત્ર કાવ્યું, જે જનતામાં લોકપ્રિય થઈ પડ્યું છે અને બહોળો ફેલાવો પામ્યું છે. ગુજરાતના અગ્રગણ્ય સંસ્કારી લેખક ભાઈબહેનોને એઓએ પિતાને નમ્ર મળતાવડા સ્વભાવને લીધે સારો સહકાર મેળવ્યો છે. ગુજરાતી પત્રકારિત્વમાં બે ઘડી મોજે' હળવું, રમુજી અને
૧૪૧