________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મળ્યું હતું. તે ઉપરાંત હિંદી રસાયનિક ઉદ્યોગ વગેરે વિષય ઉપર હિંદી ઔદ્યોગીક પરિષદમાં તેમણે નિબંધ લખી મોકલ્યા હતા. તે પરથી એ વિષયમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે અને પારંગત છે, એને સહજ
ખ્યાલ આવશે. | ગુજરાતી માસિકમાં પ્રસંગોપાત વિજ્ઞાન વિષે એમના લેખો આવતા રહે છે. એવા એમના લેખોને એક સંગ્રહ, પરિષદ ભંડોળ કમિટી તરફથી “વિજ્ઞાન વિનોદ” એ નામથી જૂદા પુસ્તક રૂપે પ્રકટ થયેલો છે. વિજ્ઞાનના વિચારો અને વિજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ, ઈતિહાસ અને તત્વજ્ઞાનની દષ્ટિએ સમજાવનારું તેમનું એક સ્વતંત્ર પુસ્તક ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી “વિજ્ઞાન વિચાર” એ નામથી પ્રસિદ્ધ થયું છે, તે ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના અંગે વિજ્ઞાન સમિતિ સ્થાપવામાં અને નિભાવવામાં તેમણે આગળ પડતે ભાગ લીધો હતો અને વિજ્ઞાનને લોકપ્રિય કરવાના એમના છૂટાછવાયા પ્રયત્ન નેંધવાયોગ્ય છે. હમણાં જ તેમના તરફથી વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર ઉત્તમ નિબંધ લખી મોકલનારને ચાર ઈનામો દરેક રૂ. ૧૦૦, ૧૦૦ ના આપવાની યોજના બહાર આવી હતી, તે બતાવે છે કે વિજ્ઞાનના પ્રચાર માટે તેઓ કેટલી ઉત્સુકતા ધરાવે છે.
એમના પુસ્તકોની યાદી વિજ્ઞાન વિનોદ
સન ૧૯૨૭ વિજ્ઞાન વિચાર
સન ૧૯૨૯
૧૨૮